જીવલેણ અકસ્માત:ગરબાડાના પાંચવાડામાં બે બાઈક વચ્ચે ટક્કર, 25 વર્ષીય યુવકનું મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે મહાકાળી માતાના મંદીર પાસે હાઈવે પર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.જ્યારે અન્ય ચાલકને ઈજા થતાં સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

બંન્ને બાઈક ચાલકો રોડ પર ફંગોળાયા
પ્રાપ્ત વિગત અનુસાર એક મોટર સાયકલ ચાલક તેની જીજે-20 એજી-6138 નંબરની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતો હતો.ત્યારે પાંચવાડા ગામે મહાકાળી માતાના મંદીર પાસે હાઈવે પર સામેથી આવતી ગાંગરડા ગામના ડાંગી ફળિયાના 25 વર્ષીય કાજુભાઈ માનસીંગભાઈ ડામોરની એમ.પી. 45 એમ.બી. 0493 નંબરની મોટર સાયકલને સામેથી ટક્કર મારતાં બંને મોટર સાયકલોના ચાલકો મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.જેમાં 25 વર્ષીય કાજુભાઈ માનસીંગભાઈ ડામોરને મોઢાના ભાગે, છાતીના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

પોલીસે ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી
જયારે અન્ય મોટર સાયકલના ચાલકને પણ શરીરે ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતાં ગરબાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે ગરબાડા સરકારી દવાખાને મોકલી આપ્યો હતો. બાદમાં મરણ જનાર 25 વર્ષીય કાજુભાઈ માનસીંગભાઈ ડામોરની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે લાશને ગરબાડા સરકારી દવાખાને મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...