જાંબાઝ જવાન:ગરબાડાના અભલોડમાં કુવામા ખાબકેલા 12 વર્ષના બાળકને એસઓજીના જવાને જીવના જોખમે બચાવી લીધો

દાહોદ22 દિવસ પહેલા
  • એસઓજીના જવાનો પેટ્રોલિંગમા હતા ત્યારે જ દુર્ઘટના બનતા જવાન પ્રદીપ બાળકને બચાવવા કુવામાં કુદી પડ્યો

દાહોદ પોલીસની માનવતાનો એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં કૂવામાં પડેલા નાના બાળકને બચાવવા એસ.ઓ.જી. પોલીસ જવાને કૂદકો મારી પાણી ભરેલા કુવામાંથી બાળકને સહી સલામત બહાર કાઢ્યો હતો.

અભલોડના રીંઝીયા ફળિયામા બાળક કુવામા પડી ગયો હતો
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે રીંઝીયા ફળિયામાં એક કૂવામાં એક 12 વર્ષિય બાળક અકસ્માતે પડી ગયો હતો. તે સમયે એસ.ઓ.જી. પોલીસના જવાનો એસ.ઓ.જી ચાર્ટર અંગેના કામે પેટ્રોલીંગમાં હતા.ત્યારે આ પોલીસ જવાનોને ધ્યાને આ દુર્ઘટના આવી હતી.

કુદરતે બાળકને બનાવવા જ જવાનોને પેટ્રોલિંગમાં મોકલ્યા
કુવામાં પાણી ભરેલુ હતુ અને ફળિયાના લોકો ટોળે વળેલા હતા.તે સમયે જ એસ.ઓ.જી પોલીસના જવાન પ્રદીપ ભાઇ ભીખુભાઈએ કોઈ વિચાર કર્યા વિના બાળકને બચાવી લેવા કુવામાં ઝંપલાવી દીધુ હતુ.આ જવાને જહેમત ઉઠાવી બાળકને બચાવી લીધુ હતુ અને ગામલોકોએ કુવામા નાખેલા દોરડાથી બાળકને બહાર કાઢી લેવામા આવ્યો હતો.

પ્રદીપભાઈ પર આભાર, અભિનંદનની વર્ષા થઈ
ત્યાર બાદ પ્રદીપ ભાઇ પણ કુવાની બહાર આવી ગયા હતા.ગામલોકો તેમજ બાળકના સ્વજનોએ તેમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.એસઓજી પી.આઈ ડી.ડી.પઢિયાર સહિત સ્ટાફના સહ કર્મીઓએ પ્રદીપભાઈને ગર્વ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...