તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:દાહોદ જિલ્લામાં 89 કોરોના કેસ

દાહોદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • હાલ કોરાનાના સક્રિય કેસ 868, શનિવારે 89 સાજા થયા
 • જિલ્લામાં કોરોનાથી સંક્રમિત વધુ 8 દર્દીના મોત

દાહોદ જિલ્લામાં શનિવારના રોજ કોરોના સંક્રમણના નવા 89 કેસ નોંધાયા હતા.દાહોદ જિલ્લામાં શનિવારે Rtpcr ટેસ્ટના 93 સેમ્પલો પૈકી 54 અને રેપીડના 370 સેમ્પલો પૈકી 35 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. તા.1ના રોજ દાહોદ જિલ્લામાં નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 12, દાહોદ ગ્રામ્યના 6, ઝાલોદ અર્બન 2, ઝાલોદ ગ્રામ્ય 18, દે.બારિયા અર્બન 1, દે.બારિયા ગ્રામ્ય 7, લીમખેડા 5, સીંગવડ 7, ગરબાડા 3, ધાનપુર 11, ફતેપુરા 16 અને સંજેલીના 1 નવા સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 89 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 868 થઇ છે. તો જિલ્લામાં કોરોનાની સારવાર પામતા વધુ 8 દર્દીઓના મૃત્યુ નોંધાતા હવે કુલ 252 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે.

નગરપ્રમુખ રેપિડ પોઝિટિવ હોવા છતાં દાહોદમાં રેપિડમાં એકેય પોઝિટિવ નહિ
છેલ્લા 48 કલાકથી દાહોદ શહેર અને તાલુકામાં કોરોના ટેસ્ટ માટે રેપિડની કિટ નહીં હોવાની બૂમ ઉઠવા પામી છે. ત્યારે દાહોદ શહેરના 6 અને તાલુકાના 18 મળી તમામ 24 સેન્ટર ઉપર રેપિડ કિટ નથી તેવી બૂમ ઉઠવા પામી છે. દાહોદ શહેર - તાલુકામાં સરકારી આંક અનુસાર રેપિડ ટેસ્ટમાં કિટ નથી ત્યારે સ્વાભાવિક રીતે એકેય રેપીડ પોઝિટિવ વ્યક્તિ નથી નોંધાયા. તો દાહોદના નગરપ્રમુખ રીનાબેન પંચાલે પોતે રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હોવાનું સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો