વેક્સિનેશન:દાહોદ જિલ્લામાં પ્રથમ દિવસે જ 8845 લોકોએ બુસ્ટર ડોઝ લીધો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારથી શરૂ થયેલ ત્રીજા ડોઝનો સિ. સિટિઝન્સે લાભ લીધો
  • સૌથી​​​​​​​ વધુ દાહોદ અને સૌથી ઓછા સિંગવડમાં ડોઝ અપાયાં

દાહોદ જિલ્લામાં 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તેમજ સિનિયર સિટીઝનો કોરોના વેક્સિનનો ત્રીજો બુસ્ટર ડોઝ અપાયો હતો. પ્રથમ દિવસે 8845 લોકોને બુસ્ટર ડોઝ અપાયો હતો. બીજા ડોઝની તારીખથી 39 સપ્તાહ પૂર્ણ થતા બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. સૌથી વધુ વેક્સિનેશન દાહોદ તાલુકામાં અને ઓછુ સિંગવડ તાલુકામાં થયું હતું.

ગરબાડા તાલુકામાં 592 લોકોએ ત્રીજો ડોઝ લીધો
ગરબાડા. વેક્સિનનો બીજો ડોઝ લીધાના 9 માસ પછી ગરબાડા તાલુકાના આરોગ્યના કર્મચારીઓને અને 60 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝન, 9 પીએચસીમાં સોમવારે વેક્સિનનો બુસ્ટર ડોઝ અપાતા કુલ 592એ બુસ્ટર ડોઝનો લાભ લીધો હતો.

તાલુકાવાર બુસ્ટર ડોઝની વિગત

તાલુકોડોઝ સંખ્યા
દાહોદ949
ગરબાડા496
ધાનપુર790
દે.બારિયા4800
ફતેપુરા685
લીમખેડા37
ઝાલોદ276
સંજેલી792
સિંગવડ20

ગોધરામાં સિનિયર સિટિઝન સહિત કુલ 3000 લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ અપાયો
ભારત સરકાર દ્વારા કોરોના વિરોધીના બે ડોઝ અાપ્યા બાદ 60 વર્ષથી વધુ ઉંમર અને કોમોર્બિડ ધરાવતા તથા ફ્રંટલાઇન કોરોના વોરીયર્સને ત્રીજો બુસ્ટર ડોઝ અાપવાની શરૂઅાત સોમવારથી કરવામાં આવી છે. જે અંતર્ગત ગોધરામાં સિનિયર સિટિઝન કિશોરીલાલ ભાયાણી સહિત જિલ્લામાં કુલ 3000 લોકોઅે બુસ્ટર ડોઝ મુકાવ્યો હતો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...