સુખકર્તા:84.73 ટકા વેક્સિનેશન, એક જ દિવસમાં 49 હજારને વેક્સિન, છેલ્લા બે સપ્તાહથી કોરોનાનો એક પણ કેસ નહીં

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
2021  : કોરોનાના કેટલા કેસ - Divya Bhaskar
2021 : કોરોનાના કેટલા કેસ
  • આ માટે વધ્યું વેક્સિનેશન: લોકો હવે નકામી અફવામાં નથી દોરવાઇ રહ્યાં
  • ગણેશ ચતુર્થીએ રજા છતાં જિલ્લામાં 38 હજાર લોકોને વેક્સિનેટ કરાયાં

ગણેશોત્સવ ચાલી રહ્યો છે... શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની ભાવપૂર્વક સેવા કરાઇ રહી છે. ગણેશજી શુભ અને સમૃદ્ધિના પ્રતિક છે, વિઘ્નહર્તા છે. તેમના આગમનને પગલે દાહોદ જિલ્લામાંથી ધીમે ધીમે વિઘ્નો ઓછા થઇ રહ્યા છે. હાલ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. થંભેલો વરસાદ પણ ગણેશચતુર્થીથી જ ગજાનનના પગલાં પખાળી રહ્યો હોવાથી પૂરતા જળ સંગ્રહની આશા બંધાઈ છે. જિલ્લામાં હવે લોકો સ્વૈચ્છિક રીતે રસી લઈને રક્ષિત બની રહ્યા છે. શ્રીજીના આગમન સાથે જ સોના-ચાંદી સહિત તમામ બજારોનું વિઘ્ન દૂર થવાની પણ આશા દૃઢ બની ંછે.

દાહોદ જિલ્લામાં 18+ મળીને કુલ 1537737 લોકોને વેક્સિનેશન કરવાનું હતું. તેનો પ્રારંભ જાન્યુઆરીથી કરાયો હતો. લક્ષ મોટું હતંુ અને સંક્રમણને રોકવા માટે વેક્સિનેશન પણ ઝડપી કરવાનું હતું. પડકાર એ પણ હતો કે વેક્સિનને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી અફવાઓ ફેલાઇ ચુકી હતી. જેના કારણે અમારા સ્ટાફ સાથે ખોટું વર્તન કરાયાના બનાવો પણ સામે આવ્યા હતાં. અમારા ગ્રાઉન્ડ લેવલના કર્મચારીથી માંડીને કલેક્ટર સુધીના તમામ અધિકારીની નેમ લોકોને સંક્રમિત થતાં બચાવવાની હતી. અમને જાગૃકતા ફેલાવવા માટેની ટીમો પણ બનાવવી પડી હતી. ઘરે-ઘરે જઇને લોકોને સમજાવ્યા, સરપંચ અને જનપ્રતિનિધિયોની મદદ લીધી.

કયા માસમાં કેટલુ વેક્સિનેશન
કયા માસમાં કેટલુ વેક્સિનેશન

રસીકરણથી બચેલા લોકો માટે સર્વે ટીમો પણ બનાવાઇ હતી. અમારા આરોગ્ય વિભાગના કર્મચારી અને તબીબો પણ સંક્રમિત હતાં. અમે કાર્યરત જ રહ્યા. અન્ય વિભાગના કર્મચારી સાથે કદમતાલ કરીને વેક્સિનેશનની પ્રક્રિયા સતત ચાલુ રખાઇ હતી. જે આજે પણ ચાલુ જ છે. જિલ્લામાં 12,58,644 લોકો વેક્સિનેટ થઇ ગયા છે. જેમાં મહત્તમ લોકો પ્રથમ ડોઝ લઇ ચુક્યા છે. 31 ઓગસ્ટે જિલ્લામાં રેકોર્ડબ્રેક 49 હજાર લોકો વેક્સિનેટ કરાયા હતાં. જ્યારે ગણેશ ચતુર્થીએ રજા છતાં આખા જિલ્લામાં 37753 લોકોને વેક્સિનેટ કરવામાં સફળ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...