ચોરી:લીલવાઠાકોરમાં બંધ મકાનમાંથી તસ્કરોની 81 હજારની હાથ સફાઇ

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે તિજોરીનો તોડી સોના-ચાંદીના દાગીના અને 50 હજારની ચોરી
  • દરવાજાનું તાળું તોળી પ્રવેશ કર્યો : લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી બે તિજોરી તોડી તેમાં મુકેલો સામાન વેરવિખેર કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂા.81000ની મત્તા ચોરી નાસી ગયા હતા. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાઢાકોર ગામ માળફળિયાના અને હાલ ખેડા જિલ્લાના મહેમદાબાદ રહેતા નીરવકુમાર વીરસીંગભાઇ ભાભોરના બંધ મકાનને નિશાનબ બનાવી તસ્કરો ત્રાટક્યા હતા.

અને મુખ્ય દરવાજાને મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશી અંદર મુકી રાખેલ લોખંડની બે તિજોરીઓના લોક તોડી અંદરનો સામાન વેરવીખેર કરી તથા અંદર મૂકી રાખેલા રાખેલ રોકડા રૂા. 50,000 તથા નીરવકુમાર ભાભોરની માતાના સોના-ચાંદીના દાગીના અંદાજે કિંમત 31 હજારના મળી કુલ રૂા.81,000ની મત્તા ચોરીને લઈ ગયા હતા.

બીજા દિવસે આજુબાજુમાં રહેતા લોકોએ દરવાજાનું તાળું તુટેલું અને ખુલ્લો જોતા ચોરી થઈ હોવાનું જણાતા તેઓએ આ અંગેની જાણ નીરવકુમારને કરી હતી. નીરવકુમાર ભાભોર તાત્કાલિક વતન આવ્યા હતા અને ચોરી સંબંધે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ડોગ સ્ક્વોર્ડ તથા એફ.એસ.એલની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...