ઝાલોદ તાલુકાના લીલવા ગામે શ્રાવણીયા જુગાર પર લીમડી પોલીસે છાપો મારી સાત જેટલા ખેલિઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ખેલિઓ પાસેથી સાત મોબાઇલ, ચાર મોટર સાયકલ તથા રોકડા 17 હજાર મળી કુલ 1,80,850નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝાલોદ તાલુકાના લીલવા ગામે ગામતળ ફળિયામાં મોટાપાયે શ્રાવણીયો જુગાર રમાતો હોવાની લીમડી પોલીસને મળેલી બાતમીના આધારે ગુરૂવારની સાંજે બાતમીવાળી જગ્યાએ પોલીસે ઓચિંતો છાપો મારી તીન પત્તીનો જુગાર રમી રહેલા લીલવાદેવા ગામના ગામતળ ફળિયાના લીલવાદેવાના મુકેશભાઇ કિર્તનસિંહ લબાના, ચંદનભાઈ મોહનભાઈ લબાના, કારઠનો ગિરીશભાઇ રાજુભાઇ લબાના, રાહુલકુમાર ગોવિંદભાઇ નૈયા, શૈલેષભાઈ ભુપતભાઈ જાટવા, મુકેશભાઈ સોમાભાઈ હરિજન, ખરસોડ ગામના સોમસીંગભાઈ ગનીયાભાઈ ભાભોર મળી કુલ સાત જેટલા ખેલિઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા જુગારીઓની અંગઝડતી લેતા રૂા.9,580 તથા દાવ પર લાગેલા રૂા.8000 મળી કુલ રૂા.17580 રોકડા, સાત મોબાઇલ કિંમત રૂા.48000 તથા ચાર મોટર સાયકલ કિંમત રૂા.1,15,000 મળી કુલ રૂા.1,85,850ના મુદ્દામાલ જપ્ત કરી સાતેય ખેલિઓને જેલના સળીયા પાછળ ધકેલી લીમડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચંચોપાથી 2 જુગારીઓ ઝડપાયા : 3 ફરાર
ગોધરા તાલુકા પોલીસ દ્વારા ગુરૂવારે ચંચોપા ગામે આવેલા નિશાળની પાછળ આવેલ બાવળના ઝાડ નીચે રેડ કરવામાં આવી હતી. પોલીસની રેડ દરમ્યાન પ્રદીપ ઉર્ફે પપ્પુ વાસુદેવ ભગત તથા ભારતસિંહ નાયકાભાઈ પટેલ નામના ઈસમ ઝડપાઇ ગયા હતા. જયારે નરસિંહ ગુલાબભાઈ, ચંદ્રસિંહ બુધાભાઇ પટેલ અને જયેશ આરતભાઈ પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, પોલીસે પકડાયેલા ઇસમોની અંગજડતી કરીને રૂા. 6050, દાવ પરના રૂા. 4970 મળીને કુલ રૂા.11020 કબ્જે લીધા હતા, તેમજ બે મોબાઇલ ફોન, એક બાઈક અને એક ઇનોવા કાર મળીને કુલ રૂા. 3.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, અને તમામ ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસમથકે જુગારધારા મુજબ ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.