સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:દાહોદ નગર પાલિકામાં કોંગ્રેસના 4 સહિત વધુ 7ની ઉમેદવારી

દાહોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

દાહોદ પાલિકાની બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત તા.11-2-’21 ને ગુરુવારે સાંજે 5 સુધીમાં કુલ મળીને 196 ઉમેદવારો દ્વારા કુલ 522 ફોર્મનો ઉપાડ થયો હતો.તો ગુરુવારે દાહોદ શહેરના વોર્ડ નં: 2 માંથી 1, વોર્ડ નં: 6, 7 અને 8 માંથી 2-2 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા.જે પૈકી કોંગ્રેસના વધુ 4 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 3 લોકોએ ઉમેદવારી કરી છે. અગાઉના 485 ફોર્મના ઉપાડ બાદ બુધવારે વધુ 37 ફોર્મના ઉપાડ સાથે અત્યાર સુધીમાં કુલ 522 ફોર્મનો ઉપાડ નોંધાયો છે.

તો ઝાલોદ નગર પાલિકાની માત્ર 2 બેઠકોની ચૂંટણી માટે વધુ 21 ફોર્મ સાથે અત્યાર સુધીમાં કુલ મળીને 41 ફોર્મનો ઉપાડ થયો છે. ઝાલોદમાં 2 બેઠકો ઉપર ગુરુવારે ભરાયેલા 2 ફોર્મ સાથે કુલ મળીને 10 ઉમેદવારીપત્રો ભરાયા છે.આ સાથે દાહોદ જિ. પંચાયતની 31 બેઠકો માટેની ચૂંટણી માટે વધુ 78 ફોર્મના ઉપાડ સાથે અત્યાર સુધીમાં કુલ મળીને 640 ફોર્મનો ઉપાડ થયો હતો. તો જિલ્લા પંચાયતની ઝાલોદ બેઠક માટે ગરૂવારે 2 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. તો દાહોદ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ગુરુવારે વધુ 537 ફોર્મના વિતરણ સાથે કુલ 2254 ઉમેદવારીપત્રો ભરાયા હતા.

જે અંતર્ગત અત્યારસુધીમાં ગરબાડા બેઠક માટે 196, ધાનપુર બેઠક માટે 239, લીમખેડા બેઠક માટે 306, સીંગવડ બેઠક માટે 165, દેવગઢ બારીયા બેઠક માટે 229, ફતેપુરા બેઠક માટે 479, ઝાલોદ બેઠક માટે 366, દાહોદ બેઠક માટે 708 અને સંજેલી બેઠક માટે 134 મળી કુલ 2254 ઉમેદવારીપત્રોનો ઉપાડ થયો છે.

અન્ય સમાચારો પણ છે...