તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખોની ચોરી:દેવગઢ બારીઆમા ફાઇનાન્સ ઑફિસમાથી 7 લાખની ચોરી, ઓફિસની બારી તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરનો ચકચારી બનાવ સામે આવ્યો છે .જેમાં એક ફાઈનાન્સની ઓફિસમાં અજાણ્યા ઈસમોએ ઓફિસમાં મુકી રાખેલ લોકરને તોડી અંદર મુકી રાખેલ રોકડા રૂપિયા 7,90,046ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

દેવગઢ બારીઆ નગરના ધાનપુર રોડ પર આવેલ સ્પંદન ફાયનાન્સ ઓફિસમાં મધ્યરાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમોએ આ ફાયનાન્સ ઓફિસની બારી તોડી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. ઓફિસમાં મુકી રાખેલ લોકરને તસ્કરોએ તોડી નાંખ્યું હતું અને લોકરમાં મુકી રાખેલ રોકડા રૂપીયા 7,90046ની મત્તાની ચોરી કરી લઈ નાસી ગયાં હતાં.

આ સંબંધે ફાયનાન્સ ઓફિસના માલિક યુસુફભાઈ સુલેમાનભાઈ મેતર (રહે. ગોધરા, જિ.પંચમહાલ) દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...