અકસ્માત:દાહોદમાં 4 દિ’માં અકસ્માતની 7 ઘટના : 7ના મોત, 4 ઘાયલ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • દાહોદના પરેલમાં વાહનની ટક્કરે ઢોરો ચરાવતાં એકનું મોત
  • ઝાલોદમાં પિકઅપની ટક્કરે બાઇક સવાર બે ભાઇઓના મોત

દાહોદ જિલ્લામાં પાછલા ચાર દિવસમાં અકસ્માતની અલગ અલગ 7 ઘટના સર્જાઇ હતી. જેમાં 7 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 4 વ્યક્તિને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા હતા. સંબંધી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાથિયાવન ગામનો 23 વર્ષિય સબુરભાઇ લાલુભાઇ પલાસ તથા 20 વર્ષિય મહે્શભાઇ લાલુભાઇ પલાસ બન્ને ભાઇઓ તા.26મીના રોજ સાંજે જીજે-20-એઆર-0230 બાઇક લઇને ઘરેથી ઝાલોદ બજારમાં કામ અર્થે જવા નિકળ્યા હતા. તે દરમિયાન રાત્રે આઠ વાગ્યાના અરસામાં ઝાલોદ લીમડી હાઇવે ઉપર જીજે-20-એક્સ-3148 નંબરની પીકઅપની ટક્કરે બાઇક સવાર બંને ભાઇઓના મોત થયા હતાં.

અકસ્માતની બીજી ઘટનામાં કઠલા ગામના બચુબાઇ હીરાભાઇ મિનામા તથા તેમના જમાઇ દિલીપભાઇ નરસીંગભાઇ ડામોર અને નૈતીકભાઇ એમ ત્રણે જણા ખંગેલા ગામે ઇન્દોર હાઇવે પર રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એમપી-45-એમયુ-2207 નંબરની મોટર સાયકલને ચાલકે ત્રણેયને અડફેટમાં લઇ અકસ્માત કરી નાસી ગયો હતો. જેમાં નૈતીકભાઇનું મોત નિપજ્યું હતું.ત્રીજી ઘટનામાં ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા રોડ ઉપર જીજે-20-બીએ-5130 નંબરની બાઇકના ચાલકે જીજે-27-આર-5723 નંબરની બાઇક લઇને જતાં ઘેસવા ગામના બદીયાભાઇ ખુસીંગભાઇ ડામોર તથા ફતેપુરાના ઇટાબારાના દીતાભા કાળુભાઇ પારગીને અડફેટમાં લેતાં ગંભીર ઇજાઓ થતાં બદીયાભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે દીતાભાઇ પારગીને શરીરે ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા.

ચોથી ઘટનામાં ચાકલીયા બોરસદ ગામે જીજે-17-બીપી-8494 નંબરની બાઇક ચાલકે છાયણ ગામના રૂમાલભાઇ સુરસીંગભાઇ મેડાની જીજે-20-એએમ-6467 નંબરની બાઇકને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં રૂમાલભાઇ સુરસીંગભાઇ મેડાને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતની પાંચમી ઘટનામાં સિંગાપુર ગામે હાઇવે ઉપર જીજે-20-બીબી-6717 નંબરની બાઇકના ચાલકે બારા ગામના બચુભાઇ માનુભાઇ ડામોરની જીજે-20-જે-8293 નંબરની બાઇકને અડફેટમાં લેતાં મોત નિપજ્યું હતું.

છટ્ટી ઘટનામાં વાંદરીયા ગામના વરસિંગભાઇ બદીયાભાઇ સંગાડા તા.25મીના રોજ પરેલ વિસ્તારમાં પ્રાયમરી સ્કૂલ નજીક ઢોરો ચરાવતા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતાં મોત નિપજ્યું હતું. જ્યારે સાતમી ઘટનામાં ઝાલોદના ઝલાઇ માતા મંદિર પાસે બાયપાસ રોડ ઉપર જીજે-35-એન-0468 નંબરની બોલેરો જેવા વાહન ચાલકે દેવજીની સરસવાણી ગામના સુનીલભાઇને ટક્કર મારી માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ શરીરે સામાન્ય ઇજાઓ કરી પોતાનું વાહન લઇને નાસી ગયો હતો. અકસ્માતો પગલે સંબંધી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...