જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી:દાહોદમાં ગોદીરોડ પર રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલા 7 જુગારીઓ ઝડપાયા, પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડ, બે બાઈક, પાંચ મોબાઈલ સાથે 1,11લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ શહેરમાં આવેલી રંગોલી પાર્ક ખાતે એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગાર ધામ પર પોલીસે રેડ પાડી હતી. જેથી જુગારીઓમાં નાસભાગ મચી હતી. પોલીસે દાવ પરથી અને અંગ ઝડતીમાંથી કુલ રૂા. 42,980ની રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન, ટું વ્હીલર વાહન વગેરે મળી કુલ રૂા. 1,11,960નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ જુગાર રમી રહેલા 7 જુગારીઓને જેલ ભેગા કર્યાં છે.

પોલીસે જુગારધામ પર રેડ પાડી
ગત તા.31 મી જુલાઈના રોજ દાહોદ બી ડીવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે રાત્રીના સાડા નવેક વાગ્યાના આસપાસ પીઆઈ કે.ડી.ડીંડોર અને પોલીસ કાફલા સાથે દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં રંગોલી પાર્કમાં રહેતાં કમલેશ ઉર્ફે કમીયો રામવિલાસ માહેશ્વરીના મકાનમાં દરોડો પાડયો હતો. ત્યારે કમીયો તેના મકાનમાં જુગાર રમતો હતો તેમજ રમાડતો હતો. પોલીસને જોતાં જ જુગારીઆમા દોડધામ મચી ગઈ હતી.

પોલીસે 7 જુગારીઓને ઝડપી પાડ્યાં
​​​​​​​
પોલીસે કુલ 7 જુગારીઆઓને ઝડપી પાડયા હતા. જેમાં પ્રકાશ રામસ્વરૂપ જાટ (રહે. ગોદીરોડ, દાહોદ), આશીષ હિમ્મતલાલ ડાભી (રહે. ગોદીરોડ, દાહોદ), લલીતભાઈ દુલીચંદ ભાટીયા (રહે. ઉકરડી રોડ, દાહોદ), સુરેશભાઈ રાધેશ્યામભાઈ યાદવ (રહે. ગોદીરોડ, દાહોદ), કુંદન ઉર્ફે કુનાલ નારાયણસિંહ યાદવ (રહે. ગોદીરોડ, દાહોદ) અને ઈદરીશ ઈશાકભાઈ ઘાંચી (રહે. ગોદીરોડ, દાહોદ)નો સમાવેશ થાય છે.
​​​​​​​આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
​​​​​​​
પોલીસે દાવ પરથી અને અંગઝડતીમાંથી કુલ રોકડા રૂપીયા 43,230 તેમજ બે ટુ વ્હીલર ગાડી, 5 નંગ. મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂા. 1,11,960નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે હાલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...