તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • 6086 Senior Citizens Above 60 Years Of Age Deprived Of Vaccination, Call PHC, CHC For Vaccination After List Is Generated In Dahod District

રસીકરણથી વંચીત:60થી વધુ વયના 6086 વૃદ્ધો રસીકરણથી વંચિત, દાહોદ જિલ્લામાં લિસ્ટ જનરેટ થયા બાદ રસીકરણ માટે PHC, CHC બોલાવે છે

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
બલૈયાના 88 વર્ષના હમતીબેનને વેક્સિનનો એક પણ ડોઝ લાગ્યો નથી. - Divya Bhaskar
બલૈયાના 88 વર્ષના હમતીબેનને વેક્સિનનો એક પણ ડોઝ લાગ્યો નથી.
  • કેન્દ્રો 5 કિમી દુર હોવાથી સમસ્યા; 50થી વધુ વયના 10 હજારથી વધુ મોટી બીમારીથી પીડીત

દાહોદ જિલ્લામાં કોરોના સામે બાથ ભીડવા માટે રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાએ ચાલી રહ્યું છે. તે છતાંય 60થી વધુ ઉમર ધરાવતાં વૃદ્ધો આ રસીકરણથી વંચીત જોવા મળી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં વૃદ્ધો જ સૌથી વધુ ભોગ બનવા સાથે તે પૈકીના ઘણાના નિધન પણ થઇ ગયા હતાં.

રસીકરણ માટે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા પ્લાનિંગ મુજબ જિલ્લા કક્ષાએથી લિસ્ટ જનરેટ થયા બાદ તે PHC અને CHC કક્ષાએ મોકલવામાં આવે છે. એક PHC કે CHC પાંચથી છ ગામડા કવર કરે છે. અહીંનો સ્ટાફ સબંધિતોને ફોન કરીને બોલાવે છે. તેમાં રસ હોય તેવા લોકો રસી લેવા આવે છે પરંતુ શારીરિક અશક્તિ, બીમારી કે અન્ય કારણોસર વડિલો અને તેમાંય 60થી વધુ વય ધરાવતાં લોકો રસીકરણ માટે આવી શકતા નથી. તેના કારણે હાલમાં દાહોદ જિલ્લામાં ટકા વડિલો રસીકરણથી વંચીત જોવા મળી રહ્યા છે.

હાલમાં જિલ્લામાં આરોગ્ય વિભાગને આપેલા ટાર્ગેટની સામે 60 કે તેથી વધુ વય ધરાવતા 6086 વડિલો રસીકરણથી વંચીત છે. વડિલો અને દિવ્યાંગોને તેમના ઘર આંગણે રસી આપવાની કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા છે. તેનું જો પાલન કરવામાં આવશે તો જ દાહોદ જિલ્લામાં 100 ટકા વડિલોનું રસીકરણ શક્ય બને તેમ છે.

થોડા સમય પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા જ કરવામાં આવેલા સર્વેમાં દાહોદ જિલ્લામાં 50થી 60 વર્ષ વચ્ચેની વય ધરાવતા 198916 મહિલા-પુરૂષ અને 60 વર્ષ કે તેથી વધુ વય વાળા 145000 મહિલા-પુરૂષ મળી આવ્યા હતાં. આ કુલ 350982 લોકોમાંથી 10817 લોકો વિવિધ મોટી બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યુ હતું. જ્યારે 343916 લોકોને કોઇ બીમારી જ ન હોવાનું જણાયુ હતું.

50થી વધુ વયના બીમાર વડીલો
બીમારીપુરૂષમહિલા
માનસિક અસ્વસ્થ259168
કેન્સર8458
હૃદય211140
કીડની3527
કીડની ટ્રાન્સપ્લાન્ટ21
સીકલસેલ14621897
એઇડ્સ9690

આગામી દિવસોમાં આયોજન કરાશે
હાલમાં PHC અને CHC સેન્ટરે બોલાવી રસીકરણ કરવામાં આવે છે. લિસ્ટિંગ બાદ આગામી દિવસોમાં 60 કે તેથી વધુ ધરાવતા લોકોને ઘરઆંગણે સુવિધા મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.>આર.ડી પહાડીયા, જિલ્લા આરોગ્ય અધિકારી

60થી વધુ વયના વૃદ્ધોનું રસીકરણ
તાલુકોસંખ્યારસીકરણ
ગરબાડા1420114031
ઝાલોદ2617324637
દાહોદ2782026378
દે.બારિયા1829017346
ધાનપુર1198012541
ફતેપુરા1545015050
લીમમખેડા1522213126
સિંગવડ90878731
સંજેલી71336718

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...