વિદેશી દારૂની હેરાફેરી:દાહોદના ચોસાલા પાસેથી બે બાઈક પર લવાતો 59 હજારનો દારુ ઝડપાયો, બાઈક સાથે 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સગીર સહિત 4 ની અટકાયત, તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવાઈ

દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે એક સગીર સહિત ચારની અટકાયત કરી છે. બે બાઇક મળી કુલ રૂપિયા 1 લાખ 29 હજાર 626નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

દાહોદ તાલુકાના ગામે પોલીસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાનામોટા વાહનોની તપાસ હાથ ધરી રહ્યા હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે મોટર સાયકલો પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાની સાથે બંને બાઇક અને ચારે તરફથી ઘેરી લીધી હતી. બાઇક પર સવાર કમલેશ ધિરજીભાઈ પલાસ (રહે. બોરવાની, ખાયા ફળિયું તા.જિ.દાહોદ), વિપિસિંહ ઉર્ફે વિપેશ રામસીંગભાઈ સંગાડા (કાલીગામ, ઈનામી ફળિયું, તા. ઝાલોદ, જી. દાહોદ) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની અટકાયત કરી હતી.

પોલીસે તેઓની પાસેથી વિદેશી દારૂનો કુલ રૂપિયા 59 હજાર 616 તેમજ બંને બાઇકની કિંમત મળી કુલ રૂપિયા 1 લાખ 29 હજાર 616 મુદ્દામાલ કબ્જે કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણે જણા વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...