SSCનું પરિણામ:દાહોદ જિલ્લાનું ધોરણ 10નું 58.68 ટકા પરિણામ જાહેર થયું, 53 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ-2 ગ્રેડમાં 456, બી-1 ગ્રેડમાં 1903, બી-2 ગ્રેડમાં 4373 વિદ્યાર્થીઓનો સમાવેશ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે સોમવારના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાનું 58.48 ટકા પરિણામ જાહેર થયું હતું. દાહોદ જિલ્લામાંથી આ વર્ષે 53 વિદ્યાર્થીઓનો એ-1 ગ્રેડમાં સમાવેશ થયો હતો.

ધોરણ 10નું આજરોજ પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શાળાઓ ખાતે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. ઓનલાઈન સેન્ટરો પર પણ મોટી સંખ્યામાં ઓનલાઈન પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓનો ઘસારો જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાનું આ વર્ષે 58.48 ટકા પરિણામ જાહેર થયું છે. આ વર્ષે એ-ગ્રેડમાં 53 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. જ્યારે એ-2 ગ્રેડમાં 456, બી-1 ગ્રેડમાં 1903, બી-2 ગ્રેડમાં 4373, સી-1 ગ્રેડમાં 5970, સી-2 ગ્રેડમાં 3830, ડી ગ્રેડમાં 230, ઈ-1 ગ્રેડમાં 4645, ઈ-2 ગ્રેડમાં 7292 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

દાહોદ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર પ્રથમ 10 વિદ્યાર્થી

ક્રમનામટકા
1શાહ હર્ષ સત્યમભાઇ96.16
2પટેલ મૈત્રી ચિરાગ95.5
3પટેલ ક્રિશા ઇશ્વરભાઇ94.16
4વરૂણસિંહ ઝાલા93.88
5પંચાલ ભક્તિ મહેશભાઇ92.66
6દેવદા પ્રીત દિનેશભાઇ92.16
7દેવડાં પ્રાચી જસવંતભાઇ92
8પટેલ ભુપેન્દ્ર ગુલાબભાઇ91.83
9નેમા કીંજલ રાજેશભાઇ91.67
10પટેલ પાર્શ્ચ અશોકકુમાર91.67

​​​​​​​

આ વર્ષે દાહોદ જિલ્લામાંથી કુલ 29 હજાર 740 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 28 હજાર 752 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દાહોદ જિલ્લાના કેન્દ્ર પ્રમાણે ટકાવારીની વાત કરીએ તો દાહોદ કેન્દ્રનું 60.06 ટકા, દેવગઢ બારીઆનું 39.60 ટકા, ઝાલોદ કેન્દ્રનું 33.45 ટકા, પીપલોદ કેન્દ્રનું 36.61 ટકા, ગરબાડા કેન્દ્રનું 69.59 ટકા, ફતેપુરા કેન્દ્રનું 40.87 ટકા, લીમખેડા કેન્દ્રનું 38.58 ટકા, કંજેટા કેન્દ્રનું 52.40 ટકા, સીંગવડ કેન્દ્રનું 43.74 ટકા, જેસાવાડા કેન્દ્રનું 38.07 ટકા, રાછરડા કેન્દ્રનું 47.03 ટકા, સાગટાળા કેન્દ્રનું 56.75 ટકા, લીમડી કેન્દ્રનું 45.99 ટકા, સુખસર કેન્દ્રનું 41.28 ટકા, સંજેલી કેન્દ્રનું 19.23 ટકા, ગાંગરડી કેન્દ્રનું 53.27 ટકા, દુધીયા કેન્દ્રનું 40.14 ટકા, દાસા કેન્દ્રનું 78.11 ટકા, ઢઢેલા કેન્દ્રનું 42.75 ટકા, પીપેરો કેન્દ્રનું 78.42 ટકા, કતવારા કેન્દ્રનું 45.23 ટકા, ઉકરડી કેન્દ્રનું 66.18 ટકા, અભલોડ કેન્દ્રનું 75.78 ટકા, દાહોદ-2 કેન્દ્રનું 34.56 ટકા, કારઠ કેન્દ્રનું 56.74 ટકા, કુવા કેન્દ્રનું 77.39 ટકા, રૂવાબારી મુવાડા કેન્દ્રનું 17.17 ટકા, ચુંદડી કેન્દ્રનું 86.76 ટકા, બાંડીબાર કેન્દ્રનું 68.30 ટકા, દેલસર કેન્દ્રનું 71.67 ટકા, નગરાળા કેન્દ્રનું 63.93 ટકા, જાલત કેન્દ્રનું 58.80 અને મીરાખેડી કેન્દ્રનું 65.19 ટકા પરિણામ જાહેર થયું હતું.

જિલ્લાની 5 શાળાનું 100 ટકા પરિણામ
દાહોદ જિલ્લામાં પાંચ શાળા એવી હતી કે જેમનું 100 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે 91થી 99 ટકા લાવનારી શાળા 21, 81થી 90 ટકાવનારી શાળા 39 ,71થી 80 ટકા વાળી શાળા 47, 61થી 70 ટકા વાળી શાળા59, 51થી 60 ટકા વાળી શાળા 62, 41થી 50 ટકા વાળી શાળા 59,31થી 40 ટકા વાળી શાળા 33,21થી30 ટકા ‌વાળી શાળા 32, 11થી 20 ટકા વાળી શાળા 25, 10 ટકા વાળી શાળાની સંખ્યા 23 છે.

અન્ય સમાચારો પણ છે...