ઓમિક્રોન ઇફેક્ટ:દાહોદ જિલ્લામાં વિદેશથી આવેલા 55 લોકો નજરકેદ

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

એમિક્રોન વાયરસનો ગુજરાતમાં પ્રવેશ થતાં થોડોક દહેશતનો માહોલ છે. જોકે, હાલ સુધી વાયરસની એટલી ઘાતક અસર જોવા મળી નથી પરંતુ તંત્ર આ મામલે કોઇ ચાન્સ લેવા માંગતુ નથી. તેના કારણે વિદેશથી આવતા લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

વિવિધ દેશોમાંથી દાહોદ શહેર સાથે જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા 55 લોકો હાલ આરોગ્ય વિભાગની નજરકેદમાં હોવાનું કહેવામાં અતિશયોક્તિ નહીં થાય. વિવિધ એરપોર્ટથી ગાંધીનગર અને ત્યાંથી પ્રવાસીઓનું દાહોદ જિલ્લામાં લિસ્ટ આવતાં હરકતમાં આવેલા આરોગ્ય વિભાગ વિદેશથી આવનારા લોકોને સૌ પ્રથમ હોમક્વોરન્ટાઇન કરી દે છે. આ સાથે તેમનું આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવે છે. દાહોદ જિલ્લામાં વિદેશથી આવેલા તમામ 55 લોકોના આરટીપીસીઆર નેગેટિવ આવ્યા છે પરંતુ તેઓ હાલ પણ ઓબ્ઝર્વેશન હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે, દુબઇથી મુંબઇ અને ત્યાંથી રાજસ્થાન થઇને દાહોદ આવેલા ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતાં. તેઓ એમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જોકે, હાલ સુધી તેમનો રિપોર્ટ આવ્યો નથી. આ ત્રણે લોકો હાલ હોમ આઇસોલેશનમાં છે. આ ત્રણ પોઝિટિવ આવ્યા બાદ દાહોદ જિલ્લામાં આરોગ્ય તંત્ર વિદેશી પ્રવાસીઓ મામલે સતર્ક બન્યુ છે.

ગોધરાનો યુવાન કોરોના પોઝિટિવ આવતાં આઇસોલેટ કરાયો
ગોધરા સિવિલ ખાતે કોરોના નવો વેરીયન્ટ ઓમિક્રોનને લઇને નવા વોર્ડની તૈયારીમાં આરોગ્ય વિભાગ લાગી ગયું છે. બીજી લહેર બાદ જિલ્લામાં કોરોના બે કેસ અગાઉ નોધાઇ ચુકયા છે. ત્યારે વિદ્યાનગર ખાતે 18 વર્ષિય યુવાન બીમાર પડતાં સારવાર અર્થે ગોધરા મહાવીર જૈન સોસાયટીમાં ઘરે આવ્યો હતો. જેમા યુવકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તેને હોમ આઇસોલેટ કર્યો છે. અેક કેસ નોધાતા બે સક્રીય દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે. અત્યાર સુધી 9614 કોરોના પોઝિટિવ કેસ થયા છે. જેમાં કોવિડ અને નોન કોવિડથી 190 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે બીજી લહેર બાદ 3 કોરોના કેસ નોધાયા જેમાં અેક સાજા થયો અને બે હાલ સારવારમાં છે. ત્યારે આરોગ્ય વિભાગે રસીકરણ કરવામાં જોર લગાવી દીધું છે. એક જ દિવસમાં પ્રથમ અને બીજો ડોઝની રસી 29,648 વ્યક્તિઅોઅે લીધી હતી. પ્રથમ અને બીજા ડોઝ લેનારની સંખ્યા 21,24,166 લોકો લઇ લીધી છે.

આ દેશોમાંથી 55 લોકો આવ્યા છે
વિદેશ ગયેલા લોકો કુવૈત, યુએઇ, ઓમાન અને દુબઇથી દાહોદ જિલ્લામાં પરત ફર્યા છે. વિવિધ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ તેમના નામની યાદી ગાંધીનગર જાય છે અને ત્યાંથી જિલ્લામાં આવતાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાતી હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગરની લેબમાં ઓમિક્રોન વાયરસ આ રીતે શોધવામાં આવે છે

  • કોરોનાના પોઝિટિવ સેમ્પલને સેન્ટીનલ લેબમાં લાવીને PCR મશીનથી RNAL સેલ તોડાય છે.
  • સેલ તોડ્યા બાદ તેની PCR મશીનમાં સી-ડીએનએ બનાવાય છે. } ત્યાર બાદ તેની ક્વાલીટી ચેક કરીને તેને NGS લાયબ્રેરી બનાવી NGS(નેક્સ્ટ જનરેશન સિકવન્સિસ) મશીન પર સિક્વન્સિસ થાય છે.
  • સિકવન્સિસને સર્વર ઉપર મ્યુટેશન પ્રોફાઇલ ઉપર એનાલીસીસ કરાય છે.
  • એનાલીસીસના આધારે વાઇરસમાં કયા પ્રકારનું મ્યુટેશન છે તેને આઇસીએમઆરની ગાઇડ લાઇન મુજબ નક્કી કરાય છે.
અન્ય સમાચારો પણ છે...