અકસ્માતને પગલે મોત:દાહોદના લીમખેડા તાલુકાના દુધિયા ગામે ગાડીની અડફેટે 53 વર્ષીય બાઈક ચાલકનું મોત, ગાડી ચાલક ફરાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યું
  • લીમખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વટેડા ગામે હાઈવે પર એક ફોર વ્હીલર ચાલક પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જઈ રહ્યો હતો. જેણે ત્યાંથી પસાર થઈ રહેલા એક 53 વર્ષીય મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું.

મધ્યપ્રદેશના પાર્સીંગની એક ફોર વ્હીલર ગાડીનો ચાલક ગાડી લઈ વટેડા ગામે હાઈવે પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે વહેલી સવારના આઠેક વાગ્યે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી મોટરસાઈકલ લઈને પસાર થતા 53 વર્ષીય કુત્બુદ્દીન સજ્જાદભાઈ દુધિયાવાલાને તેણે જોશભેર ટક્કર મારી હતી. જેથી ચાલક મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં. જેને પગલે તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે મૃતક કુત્બુદ્દીનભાઈના ભાઈ કાઈદ સજજાદભાઈ દુધિયાવાલાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...