દાહોદમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટર ડો. ગોસાવીએ રોડ એક્સીડન્ટમાં ધાયલ લોકોની મદદ કરનારને રૂ. 5000નું ઇનામ સરકારના ઠરાવ મુજબ કમિટી તરફથી આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં રોડ એક્સીડન્ટમાં ધાયલ વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂરીયાત હોય છે. આવા સમયે જે વ્યક્તિ ધાયલ વ્યક્તિને મદદરૂપ થાય છે.
તેમને રૂ. 5000નું ઇનામ અપાશે. તેમણે ઉમેર્યું કે, રોડ એક્સીડન્ટમાં ધાયલ થયેલા લોકોને મદદ કરનાર સામે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કે પુછપરછ નહીં કરાય અને તેમની સામે કોઇ એકશન નહીં લેવાય. આ એક ગુડ સમરીટન એક્ટ ગણાશે એટલે કે પરોપકારી – મદદગાર વ્યક્તિ તરીકે રૂ. 5000નું ઇનામ આપીને તેનું સન્માન કરવામાં આવશે. રોડ એક્સીડન્ટમાં ધાયલ લોકોને મદદ કરવામાં કોઇ પણ વ્યક્તિએ જરા પણ ખચકાટ રાખવાની જરૂર નથી. રોડ એક્સીડન્ટમાં તુરત સારવારને અભાવે ઘણા લોકો મૃત્યુને ભેટતા હોય છે. ત્યારે લોકોની મદદ કરવા માટે આ ઇનામનો પ્રારંભ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.