ચોરી:હોસ્પિટલમાં ઝાબુઆના દર્દીની પત્નીના પર્સમાંથી 50 હજારની ચોરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય દર્દીના સગાએ ચોરી કરી હોવાની થતી ચર્ચા

દાહોદ શહેરના દર્પણ ટોકીઝ રોડ ઉપર આવેલા હોસ્પિટલમાં દાખલ મધ્યપ્રદેશના ઝાબુઆના વ્યક્તિની પત્નીના પર્સમાંથી રૂપિયા 50 હજારની ચોરી કરી અજાણ્યા વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. આ સંદર્ભે દાહોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાત ધરી હતી.

મધ્યપ્રદેશના ઝાબુઆના આરતીબેન સુભાષભાઇ ભુરીયાના પતિની તબીયત ખરાબ હોવાથી સારવાર માટે દાહોદ શહેરના દર્પણ ટોકીઝ રોડ ઉપર આવેલ ઓમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગતરોજ આરતીબેન હોસ્પિટલમાં તેમના પતિ પાસે હતા.

તે દરમિયાન 10 થી 2 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાંથી કોઇ વ્યક્તિએ આરતીબેનના પર્સમાંથી 500ના ચલણી નોટોનુ બંડલ 50,000 રૂપિયા ચોરી કરી લઇ નાસી ગયો હતો. પર્સમાં મુકી રાખેલા રૂપિયા જોવા ન મળતાં શોધખોળ કરી હતી. આ સંદર્ભે આરતીબેન સુભાષભાઇ ભુરીયાએ અજાણ્યા વ્યક્તિ વિરૂધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...