કાર્યવાહીથી ફફડાટ:50 સ્કૂલો-હોસ્પિટલોએ ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરાવ્યા

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનું ચાલી રહેલુ કામ. - Divya Bhaskar
દાહોદ શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનું ચાલી રહેલુ કામ.
  • દાહોદમાં નોટિસો આપ્યા બાદ તંત્રની સંસ્થાન સીલની કાર્યવાહીથી ફફડાટ
  • કેટલીક જગ્યાએ સાધનો ઇન્સ્ટોલ કરી ટેસ્ટિંગ પણ કરી દેવાયુ

ગુજરાત રાજ્યમાં ફાયર સેફ્ટી વગરની શાળા અને હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે ત્યારે દાહોદ શહેરમાં પણ આ સંસ્થાનોને નોટિસો ફટકારાઇ હતી. સંસ્થા સીલ થવાની આગ દઝાડે તે પહેલાં જ શહેરમાં 50 હોસ્પિટલ અને સ્કુલોમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્યમાં ગત દિવસોમાં શાળાઓ અને હોસ્પિટલમાં આગ લાગવાના બનાવને લઈને ઘણા લોકોના જીવ ગયા છે.

રાજ્ય સરકાર દ્વારા હવે આગના બનાવ ઘટે અથવા આગ લાગે તો પણ કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે વિવિધ ઉંચી ઇમારતો, શાળાઓ, કોલેજ તેમજ વિવિધ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો ફરજીયાત પણે વસાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં આ નિયમોનું પાલન નહિ કરનાર 9 મીટર કે તેથી વધુ ઉંચાઇ ધરાવતી શાળાઓ અને હોસ્પિટલના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી.

હવે રાજ્યમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં વસાવનાર સંસ્થાઓને સીલ કરાઇ રહી છે. ત્યારે દાહોદ શહેરમાં આવી કોઇ કાર્યવાહી કરાય તે પહેલાં જ ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. કેટલાંક સંસ્થાનોમાં આ કામગીરી પૂર્ણ થતાં ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યુ છે

કામગીરી ચાલતી હોવાની વિભાગમાં જાણ કરવામાં આવી
દાહોદ શહેરમાં હોસ્પિટલ અને શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલુ કરવા સાથે જ તંત્ર સીલ મારવા ન ધસી આવે તે માટે પહેલેથી આ બાબતે સબંધિત વિભાગમાં જાણ કરી દેવાઇ છે. ત્યારે વિભાગ દ્વારા પણ કયા સંસ્થાનમાં ક્યારે કામગીરી શરૂ કરાઇ છે અને ક્યારે પૂર્ણ થશે તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...