સહાય:દાહોદમાં અકસ્માતમાં મૃત EMTને 50 લાખની સહાય

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જીલ્લામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં ચાર વર્ષથી ઈએમટી તરીકે ફરજ બજાવતા સ્વ.ધર્મેન્દ્રભાઈ બારીયાએ કારકિર્દીમાં અનેક લોકોના જીવન બચાવ્યા હતા. કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોને સેવા આપતા માર્ગ અકસ્માતમાં 4 સપ્ટેમ્બર 2021 રોજ તેમનું નિધન થયું હતું. જીલ્લા કલેકટર અને GVK EMRI 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સંસ્થાના અથાગ પ્રયત્ન થકી PMGKP યોજના હેઠળ રૂપિયા પચાસ લાખની સહાય તેમના પરિવારના બેન્ક ખાતામાં જમા કરતા પરિવારજનોએ જીલ્લા કલેકટર તથા GVK EMRI 108 ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધર્મેન્દ્રભાઈ બારીયા કોરોના મહામારી દરમ્યાન આકસ્માત થતા મૃત્યુ પામેલા હોઈ સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલા ઇન્સ્યુરન્સ કવરનો લાભ તેઓના પરિવારજનોને મળી શકે તે માટે GVK EMRI સંસ્થા દ્વારા યોજના હેઠળ સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારના જણાવ્યા મુજબ તેઓને આટલી મહામૂલી રકમની સહાય મળશે તેવો અનુમાન પણ ન હતો.

અન્ય સમાચારો પણ છે...