તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:દાહોદમાં સનાતન મંદિર પાસે જુગાર રમતાં 5 ઝડપાયા

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાનાં અને 27 હજાર રોકડા જપ્ત

દાહોદના ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં જ જુદી-જુદી જગ્યાએ રહેતાં દીપકુમાર બળવંતસિંહ પરમાર, હેમંતકુમાર રામભરોસે ચૌહાણ, મંથનભાઇ રાજેશભાઇ શાહ, જીગરકુમાર સુરેશભાઇ મુછારા અને મુસ્તાક સફીમોહંમદ શેખ ફિલેન્ડગંજ વિસ્તારમાં આવેલા સનાતન મંદીર પાસે ખુલ્લી જગ્યામાં ગંજીફાનો જુગાર રમી રહ્યા હતાં.

આ બાબતની જાણ થતાં શહેર પોલીસે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં છાપો મારીને પાંચેયની ધરપકડ કરી હતી. આ યુવકો પાસેથી દાવ ઉપર લાગેલા તેમજ અંગઝડતી દરમિયાન મળેલા કુલ 27110 રૂપિયા સાથે ગંજીફાના પાના પણ કબજે લેવામાં આવ્યા હતાં. એએસઆઇ ઇશ્વરભાઇ બાદરભાઇની ફરિયાદના આધારે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...