કાર્યવાહી:દાહોદ જિલ્લાના 5 બૂટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયા

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાસામાં મોકલાયેલા બુટલગેર ડાબેથી પ્રથમ અજય ભાભોર, નિલેશ તડવી, મહેશ બારિયા, જયંતિ ડામોર અને  વિનોદ પટેલ છે. જેમને જામનગર, રાજકોટ, ભાવનગર અને ભૂજની જેલોમાં મોકલી આપ્યાં હતા. - Divya Bhaskar
પાસામાં મોકલાયેલા બુટલગેર ડાબેથી પ્રથમ અજય ભાભોર, નિલેશ તડવી, મહેશ બારિયા, જયંતિ ડામોર અને વિનોદ પટેલ છે. જેમને જામનગર, રાજકોટ, ભાવનગર અને ભૂજની જેલોમાં મોકલી આપ્યાં હતા.
  • કલેક્ટરે ઝાલોદ, ગરબાડા, ધાનપુર અને દે. બારિયાના બુટલેગરોના પાસા મંજૂર કર્યા

દાહોદ જિલ્લાના પાંચ બુટલેગરોના કલેક્ટરે પાસાનાનો પ્રપોઝલ મંજુર કરયા ઝાલોદ, ગરબાડા ધાનપુર અને દેવગઢ બારિયાના પાંચ બુટલેગરોને એલ.સી.બી.એ પોલીસ જાપ્તા હેઠળ પાસાના હુકમની બજવણી કરી જામનગર, રાજકોટ, ભાવનગર અને ભૂજની જેલોમાં મોકલી આપ્યા હતા.

આગામી સમયમા વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 યોજાનાર હોય , જે ચૂંટણી શાંતિ પૂર્ણ વાતાવરણમા યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સુચનામાં દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જિલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દારૂની કડક અમલવારી કરાવવા તેમજ દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે જિલ્લાના બુટલેગરો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન કર્યુ હતું.

જે અનુસંધાને જિલ્લામા ગેરકાયદેસર દારુ ઘુસાડવાની તેમજ હેરાફેરી કરી ગુનામા સંડોવાયેલ ઇસમો તેમજ લીસ્ટેડ બુટલેગરોની દાહોદ પોલીસે આયોજનબધ્ધ યાદી તૈયાર કરી અને તેમના વિરુધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી કલેકટર ડૉ.હર્ષિત.પી.ગોસાવી IAS, મોકલી આપ્યા હતા.

જે બાબતે કલેકટરે ઝાલોદ જેસાવડા, ધાનપુર તેમજ દેવગઢ બારિયામાં દારૂના બુટલેગરો ઝાલોદ તાલુકાના મુનખોસલાના અજય રામુ ભાભોર, ગરબાડા તાલુકાના જેસાવાડાના મહેશ મનુ બારીયા, ધાનપુરના પાનમાં જયંતિ વરસિંગ ડામોર, ખોરવાના નિલેશ અભેસિંહ તડવી તથા દેવગઢ બારિયાના ડાંગરીયાના વિનોદ ગોરધન પટેલ ઇસમો વિરુધ્ધ પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી પાસા હેઠળ અટકાયત કરવાનુ વોરંટ ઇશ્યુ કર્યુ હતું.

વોરંટની બજવણી માટે એસ.પી.એ એલ.સી.બી પી.આઇ. એમ.કે.ખાંટને સુચના કરી હતી. જે અનુસંધાને પી.આઇ. ખાંટની સુચનામાં પો.સ.ઇ. એમ.એફ.ડામોર. આર.બી.ઝાલા તથા એલ.સી.બી.ની ટીમો જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમા પાસા હુકમમા જણાવેલ ઇસમની માહિતી એકત્રિત કરવા માટે નિકળ્યા હતા.

તે દરમિયાન બાતમી આધારે પાસાનો હુકમ કરેલા ઇસમોની ગુપ્ત રીતે વોચ ગોઠવી મળી આવતા પાસા હુકમની બજવણી કરી પોલીસ જાપ્તા હેઠળ અજય રામુ ભાભોરને તથા વિનોદ ગોરધન પટેલને જામનગર, મહેશ મડુ બારીયાને રાજકોટ, જયંતિ વરસિંગ ડામોરને ભાવનગર તથા નિલેશ અભેસિંહ તડવીને ભુજની જેલમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...