કાર્યવાહી:છેતરપિંડી, દારૂમાં વોન્ટેડ 1 મહિલા સહિત 5 ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુનિલ પટેલ પીપલોદથી ઝડપાયો : તમામ ધાનપુર અને લીમખેડા પોલીસને સોંપાશે
  • ધાનપુરનો બાબુ વહોનિયા, અંધારીનો લક્ષ્મણ ડામોર, પાણીયાનો અશોક વણકર, કુણધાની વનીતા ઉર્ફે જીણી ચૌહાણને ઘરેથી દબોચ્યા

ધાનપુરમાં છેતરપીંડીમાં બે વર્ષથી અને વડોદરા, પીપલોદ તેમજ રંધીકપુર અને દેવગઢ બારિયામાં દારૂના ગુનામાં વોન્ટેડ ધાનપુર, લીમખેડા તાલુકાના અંધારી, પાણીયા અને કુણધાની મહિલાને તેઓને ઘરેથી તેમજ પાણીયના વોન્ટેડને પીપલોદ બજારમાંથી એલ.સી.બી.એ દબોચી પાડ્યા હતા. આરોપીઓને ધાનપુર, દેવગઢ બારિયા, પીપલોદ અને લીમખેડા પોલીસને સોંપાશે .

જીલ્લામા તથા જિલ્લા બહાર લૂંટ , ધાડ તેમજ ઘરફોડ ચોરી , શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ દારૂ તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા માટે એસ.પી. બલરામ મીણાએ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કર્યુ હતું.

જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે દરમિયાન પી.આઇ એમ.કે. ખાંટની સુચનામાં પી.એસ.આઇ. તથા એલ.સી.બી. સ્ટાફની ટીમો જિલ્લામાં કાર્યરત હતી. તે દરમિયાન ધાનપુર પોલીસ મથકમાં દાખલ છેતરપીંડીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી બાબુભાઇ કસનાભાઇ વહોનિયા તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.

તેવી જ રીતે વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકમાં દાખલ દારૂના ગુનામાં નાસતો ફરતો લીમખેડાના અંધારી ગામનો લક્ષ્મણ રમણ ઉર્ફે રયજી ડામોર તથા દેવગઢ બારિયામાં દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો લીમખેડા તાલુકાના પાણીયા ગામના અશોક પુંજા વણકર તથા ધાનપુરમાં દારૂમાં વોન્ટેડ ગુણધા ગામની મહિલા વનીતાબેન ઉર્ફે જીણીબેન ભારતસિંગ ચૌહાણને આયોજનબદ્ધ વોચ ગોઠવી તેઓના ઘરેથી ઝડપી પાડ્યા હતા.

જ્યારે પીપલોદ તેમજ રણધીકપુરમાં દારૂના બે ગુનામાં વોન્ટેડ પંચેલા ગામના સુનિલ સોમા પટેલને બાતમી મળતાં પીપલોદ બજારમાંથી ઝડપી પાડ્યો હતો. ઝપાયેલા આરોપીઓને ધાનપુર, લીમખેડા, દેવગઢ બારિયા અને પીપલોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...