દારૂ અંગે કાર્યવાહી:દાહોદના ગરબાડા તાલુકાના ભે ગામમાં બોલેરોમાંથી 484 બોટલ દારૂ ઝડપાયો

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારુ અને જીપ સહિત 4.11 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામે એક બોલેરો જીપ માંથી પોલીસે 51,840ના દારુના જથ્થા સાથે ચાલકની અટક કરી હતી. પોલીસે ગાડીની કિંમત તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 4,11,840 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગરબાડા તાલુકાના ભે ગામે ભગોડ ફળિયા ખાતે બાતમીને આધારે નાકાબંધી કરી આવતા જતા તમામ નાનામોટા વાહનોની પોલીસ તપાસ હાથ ધરી રહી હતી. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ગાડી પસાર થતાં પોલીસે તેને ચારે તરફથી ઘેરી લીધી હતી અને ગાડીમાં સવાર ચાલક પરેશભાઈ પરશુભાઈ ભાભોર (રહે.અબલોડ, ખેડા ફળિયુ, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ)ની પોલીસે અટક કરી હતી.

ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. 484 કિંમત રૂપિયા 51,840ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 4,11,840 નો મુદ્દામાલ કબજે કબજે કરી ગરબાડા પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...