તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૈક્ષણિક કાર્ય શરૂ:દાહોદમાં ધોરણ 9-11માં પ્રથમ દિવસે 4751 છાત્રો હાજર રહ્યા

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • નવમામાં 6570 સંમતિપત્રમાંથી 3455 વિદ્યાર્થીઓની હાજરી
 • ધો.11માં 2574 સંમતિપત્રમાંથી 1296 વિદ્યાર્થીઓ હાજર

દાહોદ જિલ્લામાં સોમવારથી ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ દિવસે ભરાયેલા સમંતિપત્રોમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા અડધી જ જોવા મળી હતી.કોરોના કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે સોમવારથી ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવાનો આદેશ આપ્યો હતો. દાહોદ જિલ્લામાં ધોરણ 9માં જિલ્લામાં કુ઼લ 34972 વિદ્યાર્થીઓમાંથી 6570 સંમતિપત્રો રજૂ કરાયા હતા પરંતુ પહેલા દિવસે તેમાંથી 3455 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. આ સાથે ધોરણ 11માં પણ કુલ 12857 વિદ્યાર્થીઓ સામે 2574 વિદ્યાર્થીઓના વાલિઓએ સમંતિ આપી હતી.

જોકે, પ્રથમ દિવસે તેમાંથી 1296 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતાં. ધોરણ 10માં પણ કુલ 31465 પૈકી 18580 સંમતિપત્ર સામે સોમવારે 12341 વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં કુલ 13575 વિદ્યાર્થીઓ માંથી 9850 સંમતિપત્રો સામે 6045 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસાર્થે આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આગામી સપ્તાહમાં શાળાઓ ધમધમવા માંડશે તેમ જોવાઇ રહ્યું છે. પ્રથમ દિવસે શાળાએ ગયેલા છાત્રોને કોવિડની ગાઇડ લાઇન પ્રમાણે બેસાડીને અભ્યાસનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો