શંકાસ્પદ હૃદય રોગની ખામી વાળા બાળકોની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ શહેરમાં મહાવીર હોસ્પિટલ ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. દાહોદ જિલ્લામાં શંકાસ્પદ લાગતાં તાજા જન્થીમેલા બાળકોથી માંડીને 15 વર્ષની ઉમર સુધીના 80 બાળકોને નિદાન માટે લાવવામાં આવ્યા હતાં.
ડો. શીતલ શાહ અને આણંદના કાર્ડીયોલોજીસ્ટ ભદ્રા ત્રિવેદી દ્વારા બાળકોની તપાસ કરવામાં આવતાં તેમાંથી 33 બાળકોને કોઇ ખામી જોવા મળી ન હતી. જ્યારે 47 બાળકો એવા હતાં જેમનામાં વિવિધ પ્રકારની હૃદય રોગની ખામી મળી આવી હતી. આ 47 બાળકો પૈકી 25 બાળકોને સરકારના ખર્ચે સારવાર માટે મોકલવામાં આવનાર છે અને તેમનું ઓપરેશન પણ સરકારના ખર્ચે કરવામાં આવશે. જ્યારે બાકીના 23 બાળકોને સારવાર સાથે આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
કયા તાલુકાના કેટલા બીમાર બાળકો
દાહોદ 25, ઝાલોદ-04, લીમખેડા-04, દે.બારિયા-02, ધાનપુર-02, ફતેપુરા-03, સંજેલી-03, સીંગવડ-01, ગરબાડા-03
ભાસ્કર એક્સપર્ટ - બાળકોમાં હૃદય રોગના લક્ષણ સામાન્ય હોય છે
ગર્ભમાં હૃદય બનવાનો પ્રારંભ થાય તે વખતે કોઇ ખામી રહેતાં તે સામે આવે છે. ખાસ કરીને 0થી 1 વર્ષના બાળકમાં એડ્રીયલ સેફ્ટલ ડીફેક્ટ(ASD) અને વેન્ટ્રીક્યુલર સેફ્ટલ ડીફેક્ટ(VSD) તે કોમન હોય છે. મોટુ સ્વરૂપ ધારણ ન કરે તો આ તકલીફ સમય જતાં સારવાર વગર આપોઆપ પણ સારી થઇ જતી હોય છે.
બાળક રડતુ રડતુ બ્લુ અને વાદળી દેખાવા માંડે, રડતા રડતાં ખેંચાઇ જાય, વારંવાર કફ અને ખાંસી થાય, વજન ન વધે તે લક્ષણો હોઇ શકે છે. હૃદયને લગતી બીમારી પર્ટીક્યુલર બાહુલ્ય વાળા બાળકોમાં હોય છે તેવું નથી, તે સ્લમ હોય પોશ વિસ્તાર, અમીર હોય કે ગરીબ કોઇના પણ બાળકમાં હોઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.