એકલવ્ય પ્રયાસ:સામાન્ય પરિવારના 4 છાત્રોએ નીટની પાસ કરી

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી ઉમદા પહેલ ‘‘એકલવ્ય પ્રયાસ’’મા  કોંચીંગ મેળવી ચાર વિદ્યાર્થીઓએ સફળતા મેળવી. - Divya Bhaskar
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી ઉમદા પહેલ ‘‘એકલવ્ય પ્રયાસ’’મા કોંચીંગ મેળવી ચાર વિદ્યાર્થીઓએ સફળતા મેળવી.
  • भाભાસ્કર વિશેષ |તંત્ર દ્વારા કરાયેલી ઉમદા પહેલ ‘એકલવ્ય પ્રયાસ’ને સફળતા મળી
  • આદર્શ નિવાસી શાળાના બે વિદ્યાર્થીઓએ એકલવ્ય પ્રયાસમાં કોચિંગ મેળવીને પરીક્ષા પાસ કરી

દાહોદનાં વિદ્યાર્થીઓ નીટ-જેઇઇની પરીક્ષા માટેના નિઃશુલ્ક અને ગુણવત્તાં સભર કોચિંગ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી ઉમદા પહેલ ‘‘એકલવ્ય પ્રયાસ’’ને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઇ છે. ગત રોજ જાહેર થયેલા નીટના રિઝલ્ટમાં 4 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

દાહોદનાં સામાન્ય મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા આ વિદ્યાર્થીઓ હવે મેડીકલ સહિતના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડી શકશે. નીટ પરીક્ષામાં સફળતા મેળવાનારા 4 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ દાહોદની આદર્શ નિવાસી શાળાના છે. જયારે એક વિદ્યાર્થીની ખેડૂતની પુત્રી છે. જયારે એક વિદ્યાર્થીના પિતા દરજીકામ કરીને ગુજરાન ચલાવે છે.

આ વિદ્યાર્થીઓ સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી હોવા છતાં પોતાની ઘગશ, પરિશ્રમ અને એકલવ્ય પ્રયાસમાં મળેલા કોચિંગની મદદથી નીટની પરિક્ષા પાસ કરી શકયા છે. નીટ પાસ કરનારા ટીંમરડાના વિશાલ ભાભોર જણાવે છે કે, એકલવ્ય પ્રયાસ અંતર્ગત અમને ખૂબ સરસ કોચિંગ મળ્યું હતું.

દાહોદનાં વિદ્યાર્થી અદા આઝમ કહે છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોચિંગ માટે સારી વ્યવસ્થા અને શિક્ષકો ફાળવાયા હતા. દાહોદનાં વિદ્યાર્થીની ઉજ્જવલા ચૌબે જેઓ ખેડૂતના પુત્રી છે. તેમના પિતાનું તેમને ડોક્ટર બનાવવા માટેનું સપનું હવે સાકાર થશે. દાહોદની જીવનદીપ સોસાયટી ખાતે રહેતા ડીંડોડ પ્રતિક જણાવે છે કે, પરીક્ષાનો માનસિક ભય દૂર થયો હતો અને હળવાશથી પરિક્ષા આપી શકયા હતા.

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં દાહોદનાં હોનહાર વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી ઘડી શકે તે માટે ગત તા. 28 એપ્રીલથી આ નીટ-જેઇઇ માટેના કલાસ શરૂ કરાયા હતા અને લાગલગાટ 65 દિવસ સુધી 176 કલાકનું કોચિંગ 9 જેટલા વિષય નિષ્ણાંતોએ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...