તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દાહોદ જિલ્લામાં 4 સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલોદ, દાહોદ, બારિયા, ગરબાડાનો બનાવ

દાહોદ જિલ્લામાંથી 4 જગ્યાએથી 4 સગીરાનું 4 યુવકો દ્વારા અપહરણ કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રથમ બનાવ ખરસાણા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.24 એપ્રિલે ધાવડીયાનો સંજય ડામોરે ઝાલોદ તાલુકાની 17 વર્ષીય સગીરાને પત્નિ તરીકે રાખવા અપહરણ કરી ગયો હતો.

બીજો બનાવ મોટી ખરજમાં ગત તા.૨૩ એપ્રિલે વિજાગઢ ગામનો વિપુલભાઈ પપ્પુભાઈ મિનામાએ તાલુકાની 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ત્રીજો બનાવ રૂવાબારી ગામે લબડા ફળિયામાં રહેતો તુષાર લક્ષ્મણ લબડાએ તા.5મી મેના રોજ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવાના ઈરાદે ડુખળી ગામેથી અપહરણ કરી ગયો હતો. પરિવારજનોએ સગીરાઓની શોધખોળ આદરી હતી પરંતુ કોઇ જ પત્તો મળ્યો ન હતો.

અંતે આ મામલે ચારેય તરૂણીના પરિવારજનોએ સંબંધીત પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો બનાવ ગરબાડા તાલુકાના ગુલબાર ગામનો મહેન્દ્ર મનસુખ મંડોડ 6 એપ્રિલના રોજ ગુલબાર ગામેની 16 વર્ષ અને 9 મહિનાની તરૂણીને પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...