તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:દાહોદ જિ.માં 4 નવા ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાશે

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રભારી મંત્રીએ ઓક્સિજન માટે રૂા. 6 કરોડ મંજૂર કર્યા

સમગ્ર વિશ્વ તથા ભારત અત્યારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોના દર્દીઓને સારવાર માટે જરૂરી એવા ઓક્સિજનની જરૂરીયાત પુરી પાડવા માટે 4 નવા ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉભી કરવા માટે પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ રૂ।. 6 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. ​મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં દાહોદ ખાતે યોજાયેલ મિટિંગમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઇ ખાબડ, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર તથા રમેશભાઇ કટારા, જિલ્લા સંગઠન પ્રમુખ શંકરભાઇ અમલિયાર તથા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી.

જેને ધ્યાને લઇને દાહોદમાં આવેલ ઝાયડ્‍સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ઝાલોદ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ દેવગઢ બારીયા અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, કતવારા એમ ચાર જગ્યાએ મેડીકલ પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી અન્વયે દર્દીઓને ઓક્સિજનની વધારે પ્રમાણમાં જરૂરીયાત રહેતી હોઇ દાહોદ જિલ્લા માટે ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ રૂપિયા છ કરોડની દરખાસ્તને રાજય સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. ​મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વમાં કોરોના સામેની લડાઇ લડી રહેલી રાજ્ય સરકારે દાહોદ જેવા આદિવાસી વિસ્તારની જરૂરીયાતને સમજીને આ દરખાસ્ત મંજૂર કરતા સ્થાનિક આગેવાનોએ ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો છે.

આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર કોરોના સામેના કોઇપણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. દાહોદ માટે 6 કરોડ ફાળવાતા જિલ્લાની ઓક્સિજનની અછત દૂર કરવામાં મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...