દાહોદ તાલુકાના બાવકા ગામમાંથી એક રાતમાં ચાર સ્થળેથી કુવામાંથી તથા બોરમાંથી પાણી ખેંચવાની 15 હજાર રૂપિયાની ચાર મોટર ચોરી કરી લઇ ગયા હતા. આ સંદર્ભે જેસાવાડા પોલીસે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દાહોદ તાલુકાના બાવકા ગામના મુળકા ફળિયામાં રહેતા ફતેસીંગભાઇ મંગળાભાઇ કોચરાએ તેઓના ઘરની પાછળ ખેમના ખેતરમાં આવેલ કુવામાં ખેતરમાં પાણી ફેરવવા માટે બે હોર્ષ પાવરની મોટર ગતરાત્રે કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા હતા. તા.6 ડિસેમ્બરના રોજ સવારે સાતેક વાગ્યાના ઍસામાં ફતેસીંગભાઇ કોચરા ખેતરમાં પાણી ફેરવવા ગયા હતા. ત્યારે મોટર ચાલુ નહી થતાં તપાસ કરતાં મોટરના વાયર તુટેલા અને લટકતા જોવા મળી હતી.
કુવામાં મોટર જોવા ન મળતાં આજુબાજુ તપાસ કરી હતી પરંતુ મળી આવી ન હતી. શોધખોળ દરમિયાન ગામન જ સીમળખેડી ફળિયાનો રામસીંગભાઇ સોમજીભાઇ પરમારના બોરમાં ફીટ કરેલ દોઢ હોર્ષ પાવરની મોટર જેની કિંમત રૂા.3,500ની, ભાવસીંગભાઇ ભારતસીંગ ડામોરના ઘર નજીક પાણી પીવા માટે બોરમાં ફીટ કરેલ બે હોર્ષ બાવરની મોટર રૂ.4,000ની તેમજ નવલસીંગ ખીમાભાઇ ડામોરના ઘર નજીક આવેલ કુવામાં ખેતરમાં પાણી ફેરવવા માટે ફીટ કરેલ દેડકા મોટર રૂ.35000ની પણ ચોરી લઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
આમ એક જ ગામમાંથી 15,000 રૂપિયાની કિંમતની 4 પાણી ખેંચવાની મોટર ચોરટાઓ ચોરી કરી લઇ ગયા હતા. આ સંદર્ભે ફતેસીંગભાઇ મંગળાભાઇ કોચરાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.