વિવાદ:મંડાવાવમાં ‘જમીન અમારી છે પ્રવેશ કરવો નહીં’ કહી હુમલો કરતાં 4ને ઇજા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાપ-દાદાએ જમીન રાખી હતી કહી ધારિયું, લાકડી છુટ્ટા પથ્થરો મારતાં ઇજા

મંડાવાવ ગામે જમીન સંબંધી તકરાર કરી લાકડી, ધારીયા તથા છુટ્ટા પથ્થરોથી હુમલો કરી ચાર લોકોને ઇજા કરી હતી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.મંડાવાવ કોટડા બુઝર્ગ ગામના કનુભાઇ રામસીંગભાઇ મોહનીયા તથા તેના ભાઇ રરણીયાભાઇ, લાલુભાઇ, ધનાભાઇ તથા તેના કાકાઓ મગનભાઇ મોહનીયા, સોમજીભાઇ મોહનીયા, મડીયાભાઇ મોહનીયા તથા ગુમાભાઇ મોહનીયા તેમજ તેમના છોકરાઓ ખેતરમાં વાવણી કરવા માટે જમીન ખેડતા હતા.

તે દરમિયાન માવી ફળિયાયાનો રાજુ મનસુખ ડામોર, જોરસિંગ અંતિ ડામોર, ધના ધારજી ડામોર તથા મના ધારજી ડામોર ધારીયા તથા લાકડીઓ સાથે આવી કહેવા લાગેલ કે આ જમીન અમારી છે. તમારે આ જમીનમાં પ્રવેશ કરવો નહી, આ જમીન અમારા બાપ-દાદાએ રાખેલ હતી. તેમ કહી ઉશ્કેરાઇ જઇ બિભત્સ ગાળો બોલી ધારીયુ દશરતભાઇ બરાભાઇ મોહનીયાને માથામાં મારી લોહીલુહાણ કરી દીધી હતા. તેમજ મયુરભાઇ વિનોદભાઇ મોહનીયાને મોઢા પર મારી ઇજાઓ કરી હતી.

તેમજ છુટ્ટો પથ્થર મારતાં બળવંતભાઇ અભેસિંગભાઇ મોહનિયાને છાતીના ભાગે તથા વિક્સમભાઇ સબુભાઇ મોહનીયાને કમરના ભાગે ઇજા થઇ હતી. આ દરમિયાન બુમાબુમ થતાં આજુબાજુમાં લોકો દોડી આવતાં હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. ત્યાર બાદ 108 દ્વારા ઇજાગ્રસ્તોને દાહોદના સરકારી દવાખઆને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે કનુભાઇ રામસીંગભાઇ મોહનીયાએ હુમલાખોરો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...