દારૂની હેરાફેરી:દેવગઢ બારીયાના ભથવાડા ટોલ નાકે ટ્રેક્ટરમાં કપચીની આડમા લઈ જવાતો 3.74 લાખનો દારૂ ઝડપાયો

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂ તેમજ ટ્રેક્ટર મળી કુલ 4.74 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી

દેવગઢ બારીયાના ભથવાડા ટોલ નાકા પાસે પોલીસે ટ્રેક્ટરમાં કપચીની આડમા લઈ જવાતો 3.74 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી છે. દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટ્રેક્ટરમાં કપચીની આડમાં સંતાડીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુ તેમજ ટ્રેક્ટર ટ્રોલી મળી કુલ 4,74,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દાહોદના વડબારા ગામના સૈનિક ફળિયાના રહેવાસી દિતુ સિસકાભાઈ મીનામાં પોતાના કબ્જા હેઠળના GJ-24-B-5178 નંબરના ટ્રેક્ટરમાં કપચીની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરી સતરોડ તરફ જઈ રહ્યો હતો. આ સમયે રસ્તામાં દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસે બાતમીના આધારે ટ્રેક્ટરને ઉભું રાખી તલાસી લેતા કપચીની આડમાં સંતાડેલો ભારતીય બનાવટની વિદેશી દારૂની 60 પેટીઓની 2880 બોટલો મળી 3,74,400 નો દારૂનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ત્યારબાદ પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ 60 હજારની કિંમતનું ટ્રેક્ટર, 40 હજારની ટ્રોલી મળી કુલ 4,74,400 નો મુદામાલ જપ્ત કરી દારૂની હેરફેરમાં સામેલ બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...