દાહોદ શહેરમાં એક્શનમાં આવેલા પાલિકા તંત્ર દ્વારા શહેરમાં શાકમાર્કેટ પાસે આજરોજ કાર્યવાહી કરી હતી.અહીંથી સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે લાલ આંખ કરી ત્રણ વેપારીઓ પાસેથી કુલ રૂા. 4500ની દંડની રકમની વસુલાત કરી હતી.
ત્રણ થેલા ભરેલુ પ્લાસ્ટિક એક જ સ્થળેથી ઝડપાયુ
ભારત સરકાર દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર સમગ્ર ભારત દેશમાં પ્રતિબંધ જાહેર કર્યો છે.ત્યારે દાહોદ શહેરમાં સીંગલ યુઝ એટલે કે, 20 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં વેપારીઓ સામે અગાઉ પણ દાહોદ શહેર પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરી હતી. ત્યારે આજરોજ ફરીવાર દાહોદ નગરપાલિકાની ટીમ હરહંમેશની માફક શાક માર્કેટ પાસે પહોંચી હતી અને જ્યાં શાકભાજીનું વેચાણ કરતાં ત્રણ વેપારીઓ જેઓ સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં હોવાનું સ્થળ પર જણાતાં સ્થળ પરજ ત્રણેય વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી. તેઓની પાસેથી કુલ રૂા. 4,500ની દંડની રકમ વસુલ કરવામાં આવી હતી.
શહેરમાં હજીયે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ શહેર પાલિકાની કામગીરી આવકારદાયક છે પરંતુ શાક માર્કેટ સિવાય દાહોદ શહેરમાં ઠેર ઠેર સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ખૂબજ ઉપયોગ પ્રતિબંધ છતાંય કરવામાં આવી રહ્યો છે. .જે બાબતે સૌ કોઈથી છુપી નથી.હાલ પણ દાહોદ શહેરમાં ઘણી દુકાનોમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે હાલ પણ પ્લાસ્ટિકના ગલાસ,પ્લેટસ બજારોમાં જાેવા મળી રહ્યાં છે.
રખડતાં પશુઓ પ્લાસ્ટિક ખાય છે
સીંગલ યુઝ પ્લાસ્ટીકના પગલે દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરો અને ગંદકી જાેવા મળી રહી છે .આ કચરામાં અબોલ પશુઓ અને જેમાંય ખાસ કરીને ગૌવંશ જેવા પશુઓ આ પ્લાસ્ટિકને આરોગી પોતાના જીવને જાેખમમાં મુકી રહ્યાં છે .ત્યારે શહેરમાં આવેલી અન્ય દુકાનો, વેપારીઓ અને અન્ય સ્થળોએ પણ દાહોદ શહેર પાલિકા તપાસ કરે તો સીંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો મોટા પ્રમાણમાં મળી તેવી પ્રબળ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.