તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:દાહોદમાં ભાજપના વિવિધ હોદ્દા પર ફરજ બજાવતાં 33નાં રાજીનામા

દાહોદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
દાહોદ જિલ્લામાં ચુંટણી જંગમાં ઝંપલાવનારા ભાજપના હોદ્દા ધરાવતાં પદાધિકારીઓએ રાજીનામા સુપ્રત કર્યા હતા. - Divya Bhaskar
દાહોદ જિલ્લામાં ચુંટણી જંગમાં ઝંપલાવનારા ભાજપના હોદ્દા ધરાવતાં પદાધિકારીઓએ રાજીનામા સુપ્રત કર્યા હતા.
 • રાજીનામાં પડતાં હવે નવાને ચાન્સ મળશે

દાહોદ જિલ્લા ભાજપાના સંગઠનનાં પદાધિકારીઓએ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં ટિકિટ મળતા પોતાના રાજીનામાં સંગઠનને સુપરત કર્યા હતા. ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશએ બનાવેલા નિયમો જેવા કે કોઈપણ સંગઠનાત્મક જવાબદારી નિભાવતા પદાધિકારીએ ટિકિટ મળતા પોતાના સંગઠનના પદ પરથી રાજીનામું આપવાનું રહેશે, 60 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિને ટિકિટ ન આપવી તેમજ ચૂંટણીમાં ત્રણ વખત વિજેતા થયા હોય તેવા લોકોને પણ ટિકિટના આપવાનો નિયમ બનાવાયો હતો.

પક્ષ દ્વારા પદાધિકારીઓ સાથે તેમના સબંધિઓને ટિકીટની ફાળવણી કરવામાં આવી હતી. તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં પણ ભાજપાના વિવિધ પદો પર જવાબદારી નિભાવતા 33 પદાધિકારીઓએ ચૂંટણીમાં ટિકિટ મળતા પોતાના સંગઠનનાં પદ પરથી રાજીનામા દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયારને મોકલી આપ્યા હોવાનું દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો