ધરપકડ:દાહોદ જિલ્લામાં 10 દિવસમાં 3276 લોકોની અટકાયત

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજવા જિલ્લા પોલીસ એક્શનમાં : લિસ્ટેડ અને 1થી વધુ ગુનામાં પકડાયેલા બૂટલેગરો સામે પણ પગલાં
  • જિલ્લાના વિવિધ સ્થળેથી દરરોજ સરેરાશ 327 લોકોની ધરપકડ કરાય છે

દાહોદ જિલ્લામાં ગત વિધાન સભાની ચૂંટણીમાં બનેલી પીક્ચરનું આગામી વિધાન સભાની ચૂંટણીમાં પૂનરાવર્તન ન થાય તે માટે જિલ્લા પોલીસ સામે મોટો પડકાર છે. ત્યારે વિધાન સભાની ચૂંટણી જાહેર થયા બાદથી જ જિલ્લામાં શાંતિ સ્થપાયેલી રહે તેવી કવાયત શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગ રૂપે માત્ર દસ જ દિવસમાં વિવિધ કલમો હેઠળ 3276 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

વિધાન સભાની ચૂંટણીની જાહેરાત બાદથી દાહોદ જિલ્લાની પોલીસ સાવધાનની મુદ્રામાં જોવા મળી રહી છે. વિધાન સભાની ચૂંટણી દરમિયાન કોઇ ડખો ન થાય અને ડખો કરી શકે તેવા સંભવિત લોકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. જિલ્લાના તમામ 18 પોલીસ મથકની પોલીસે માત્ર દસ જ દિવસમાં વિવિધ કલમો હેઠળ 2639 લોકો સામે અટકાયતી પગલાં લઇને તેમના જામીન લેવડાવ્યા છે.

એકથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે સૌથી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીથી બૂટલેગરો પણ બાકાત નથી. લીસ્ટેડ હોય તેવા અને એકથી વધુ ગુનામાં પકડાયેલા બૂટલેગરો સામે પણ અટકાયતી પગલાં લેતાં તેમને જામીન આપીને છુટવાની ફરજ પડી રહી છે. ત્યારે રાતના સમયે લપાતા-છુપાતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહી ચાલુ રહેશે તો અટકાયતી પગલાંનો આંક અધધ.. થઇ જાય તેમ જોવાઇ રહ્યું છે.

24 ઉપર પાસા-હદપારીની તલવાર
એકથી વધુ ગુનામાં વારંવાર પકડાયેલા કે ડખો કરવાની ટેવ વાળા લોકો દાહોદ જિલ્લામાં ઢગલાબંધ છે. ત્યારે આવા લોકોને પકડી પાડવા તથા તેમને દાહોદ જિલ્લાની હદમાંથી ખદેડી મુકવાની પોલીસને જરૂરિયાત જણાઇ રહી છે. ત્યારે આ દસ દિવસમાં પોલીસ 22 સામે પાસા અને 2 લોકોને હદપારી કરવાની દરખાસ્ત કરી છે. જેની હાલમાં કવાયત ચાલુ છે.

કઇ કલમની શું વ્યાખ્યા છે
સુલેહ ભંગ કરશે તેવી શક્યતાના આધારે અટકાયત કરીને સબંધિત વ્યક્તિ સામે CRPCની કલમ 107 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. તેવી જ રીતે ગુનો કરશે તેવી શક્યતા વાળા વ્યક્તિ સામે CRPCની કલમ 110-જી અને બે કે તેથી વધુ વખત દારૂના ગુનામાં પકડાયેલી હોય તેવી વ્યક્તિ સામે પ્રોહિ-93 મુજબ અને રાત્રે શકમંદ હાલતમાં રખડતા લોકો હોય તેમની સામે GP Act-122 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

કઇ કલમમાં પકડાયા
} CRPC 107 - 1131 } CRPC 109 - 43 } CRPC 110 - 1806 } પ્રોહિ-93 - 312 } GP Act 122 - 02

અન્ય સમાચારો પણ છે...