તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરાફેરી:દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી 3.17 લાખનો વિદેશી દારુ ઝડપાયો

દાહોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી - Divya Bhaskar
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
 • સાગટાળામામ બુટલેગર બોલેરો મુકીને ફરાર થઈ ગયો
 • રણધીકપુરમા વડોદરાનો બુટલેગર કાર સાથે ઝડપાઈ ગયો

દાહોદ જિલ્લામાં 24 કલાકની અંદર પોલીસે બે જુદી જુદી જગ્યાએ દરોડા પાડયા હતા. જેમા કુલ રૂ. ત્રણ લાખ 17 હજાર 350ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વાહનો પણ કબજે કરી છે. જ્યારે એક રેડ દરમિયાન એકની અટક પણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારમાથી બોલેરો ગાડીનો ચાલક પોતાના ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહ્યો હતો. આ સમયે નાકાબંધીમાં ઉભેલી પોલીસે તેનો પીછો કરતા ગાડીનો ચાલક સ્થળ પર ગાડી મૂકી નાસી ગયો હતો. પોલીસે ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારુ તેમજ બિયર ની બોટલા નંગ 1224 કિંમત રૂપિયા એક લાખ 40 હજાર 760ના વિદેશી દારુના સાથે ગાડી કબજે લઇ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમા સિંગવડ તાલુકાના રણધીકપુર પાસેથી કારમાં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી.પોલીસે રણધીકપુર પોલીસ મથક હદ વિસ્તારમાં નાકાબંધી કરી હતી. તે સમયે એક સ્વીફટ કારનો ચાલક ત્યાંથી પસાર થતાં પોલીસે તેની અટક કરી હતી અને ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 275 કિંમત રૂપિયા એક લાખ 76 હજાર 590ના વિદેશી દારૂ સાથે વડોદરાના મનોજ રાજપૂતની અટક કરી રણધીકપુર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો