તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:દાહોદમાં બે માસમાં 3023 હેન્ડપંપ રિપેર કરી દોઢ લાખ વસ્તી માટે પીવાના પાણીની સમસ્યા ઉકેલાઇ

દાહોદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના યાંત્રિક વિભાગની નમૂનેદાર કામગીરી
 • જિલ્લામાં બગડેલા હેન્ડપંપ માટે ટોલ ફ્રી નં.1916 કાર્યરત છે

અનેક ભૌગોલિક પ્રતિકુળતા ધરાવતા દાહોદ જિલ્લામાં પીવાના પાણી માટે હેન્ડપંપ એક મહત્વનો સોર્સ છે. જિલ્લાના કુલ 691 ગામોમાં 41,403 જેટલાં હેન્ડપંપ લોકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. ઓછામાં ઓછા 10 કુંટુંબો એક હેન્ડપંપમાંથી ઘરેલું વપરાશ માટે પાણી મેળવે છે. આ હેન્ડપંપ જો કોઇ કારણસર બંઘ પડે તો આ કુંટુંબો માટે પાણીની મોટી સમસ્યા ઉભી થાય.

જિલ્લામાં કોઇપણ જગ્યાએ હેન્ડપંપ બંઘ થઇ જવાની સમસ્યાના સત્વરે નિરાકરણ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યાંત્રિક શાખા સતત કાર્યરત હોય છે. ગત બે મહિનાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 3023 જેટલાં હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા હતા. એટલે કે અંદાજે 30 હજાર જેટલાં કુંટુંબો અને દોઢ લાખ જેટલી વસ્તી માટે પાણીની સમસ્યાનું ત્વરિત નિકાલ લાવવામાં આવ્યો હતો. સરેરાશ રીતે જોઇએ તો એક હેન્ડપંપ રીપેર કરવા માટે અંદાજે 765 રૂ. નો ખર્ચ થાય છે. એ રીતે જોઇએ તો અંદાજે રૂ.૨૫ લાખ જેટલો ખર્ચ હેન્ડપંપ રીપેર કરવા માટે શાખા દ્વારા કરવામાં આવ્યો છે.

જિલ્લામાં આ માટે એક ટોલ ફ્રી હેલ્પલાઇન નં.1916 આ માટે કાર્યરત છે જેના પર હેન્ડપંપ બગડયો હોય તો ફોન કરીને મદદ મેળવી શકાય છે. યાંત્રિક શાખા દ્વારા જિલ્લામાં આ કામગીરી માટે કુલ 28 ટીમો બનાવવામાં આવી છે અને જરૂર જણાય તો આ ટીમમાં વધારો પણ કરી શકાય છે.

છેલ્લા બે મહિનામાં વિભાગ દ્વારા તાલુકા પ્રમાણે કરેલી કામગીરી મુજબ દાહોદમાં 661, ગરબાડામાં 323, ઝાલોદમાં 362, ફતેપુરામાં 240, સંજેલીમાં 52, લીમખેડામાં 582, સીંગવડમાં 258, દેવગઢબારીયામાં 310 અને ધાનપુરમાં 235 હેન્ડપંપ રીપેર કરાયા હતા. વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે 28 ટીમો દ્વારા કોઇ પણ અંતરિયાળ ગામમાં હેન્ડ પંપ બગડયો હોય તો સત્વરે કામગીરી હાથ ધરી ત્વરિત નિકાલ લવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો