દાહોદ જિલ્લામાં બુધવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બુધવારના રોજ તત્વજ્ઞાનનું પેપર લેવામાં આવ્યુ હતું. આ વિષયના પેપરમાં 13557 વિદ્યા્રથીઓ નોંધાયેલા હતાં. ત્યારે બુધવારે લેવાયેલી પરીક્ષામાં 13224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 333 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. તેવી જ રીતે ધોરણ 12ના કૃષિ,વિદ્યા, પશુપાલન અને ડેરી વિષયની પરીક્ષામાં નોંધાયેલા 307 વિદ્યાર્થીઓમાંથી 301એ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં છ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં.
દેવગઢ બારિયા તાલુકાના સાતકુંડા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તત્વજ્ઞાનના પેપરમાં ત્રણ વિદ્યાર્થીઓ ચોરી કરતાં ઝડપાતાં કેસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. વિદ્યાર્થીઓ કોણ છે અને તેઓ કઇ રીતે ઝડપાયા હતા તે જાણવા મળ્યુ નથી. બુધવારે ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની રજા હોવાથી સેન્ટરો ઉપર ઓછો ધસારો જોવા મળ્યો હતો. ગુરુવારના રોજ ધોરણ 10ની સ્ટાન્ડર્ડ ગણિત ધોરણ 12 સામાન્ય પ્રવાહની ઇતિહાસ અને આંકડા શાસ્ત્ર અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની રસાયણ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.