તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:દાહોદ શહેરમાં 3 દુકાનોને સીલ મારી દેવાયું

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા નિયંત્રિત જાહેર કરેલા વિસ્તારમાં કે તે વિસ્તારમાં રહેતાં હોવા છતાં દુકાન ચાલુ રાખવા બદલ ૩ દુકાનોને સીલ મારી દેવાયું છે. ગોદી રોડ વિસ્તારમાં આવેલી એક પાનની દુકાન, કપડાની દુકાન અને અન્ય એક દુકાનને શહેરપાલિકા અને ટાઉન પોલીસ દ્વારા સીલ મરાયું છે. ગોદી રોડ વિસ્તારની ન્યુ વેરાયટી પાન કોર્નર, સતીષભાઇ ગોવિંદભાઇ રામ સ્ટોર અને ટ્રેઝર નામની ત્રણ દુકાનો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોવા છતાં ચાલુ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...