કાર્યવાહી:ધાનપુરના ગાંગરડી ફળિયામાં લૂંટ કરનારા 3 જણાં ઝડપાયા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકોને માર મારીને 23 હજારના મુદ્દામાલની લૂંટ કરી હતી

મંડોરના મહેશભાઇ હઠીલા તથા સવસીગભાઇ હઠીલા તા.7 મેએ દાહોદથી પરત કાકડખીલા જતા હતા. ત્યારે ગાંગરડી ફળીયા ગામે રોડ પર હાથમા દંડા લઇને ઉભા લોકોએ રોકીને દંડા વડે માર મારી મહેશ હઠીલાને માથામા દંડો મારી મોબાઇલ, સવસીંગ હઠીલાના ખીસ્સામાથી 20,000 મળી કુલ 23,000ની લુંટ કરી જાનથી મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે ધાનપુર પોસઇ પટેલે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન લૂંટમા ગયેલ મોબાઇલના આઇએમઇઆઇ નંબરના આધારે લીલીઆંબાના ગોવીદ ડામોરના નામનું સીમકાર્ડ એકટીવેટ થયેલ હોય જે આધારે ગોવીદને પુછપરછ કરતા મોબાઇલ મિત્ર ધનારપાટીયાના કલ્પેશ વાગુલ પાસેથી વેચાતો લીધો હતો. જે આધારે કલ્પેશ વાગુલની પુછપરછ કરતા તેણે તથા તેના મિત્રો ડુંગરીનો સુરેશ ભુરીયા તથા કાળાખુંટનો શંકર મીનામા, લીલીઆંબાનો હરેન્દ્ર ડામોરે ભેગા મળી લુંટને અજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. લુંટમા સંડોવાયેલ તેમના ઘરેથી કોમ્બીંગ કરી તેમને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...