ફરિયાદ:ખરોદામાં જમીનમાં દબાણ કરી કબજો નહીં સોંપતાં 3 વિરુદ્ધ ગુનો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જમીન પરત માંગતા આપવાની ના પાડી ગેરવર્તન કરવાની ફરિયાદ
  • જમીન પચાવી પાડવાની લેન્ડગ્રેબિંગ કલમ મુજબ ગુનો દાખલ કરાયો

દાહોદ તાલુકાના ખરોદા ગામમાં જમીનાં દબાણ કરી ખેતી કરી મકાનો બનાવી જમીનનો કબ્જો સોંપ્યો ન હતો. જેથી ગામના જ ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

દાહોદ તાલુકાના ખરોદા ગામના સંગાળા ફળિયામાં રહેતા વિરા ફુલજી સંગાડા, જોતા ફુલજી સંગાટા, નરસીંગ ફુલજી સંગાટા ત્રણે જણાએ ગામતળ ફળિયામાં રહેતા ફુલજીભાઇ ભુંડીયાભાઇ ભાભોરની માલિકીની ખરોદા ગામે આવેલ ખાતા નં.148ના રે.સ.નં.606 વાળી જમીન પૈકી અંદાજીત પોણા એકર જમીનમાં ઓક્ટોબર’2014થી દબાણ કરી ખેતી કરી આ જમીનમાં મકાનો બનાવી દીધા હતા.

આ બાબતે ફુલજીભાઇ ભાભોર જમીન પરત માંગવા જતા તેઓએ ગેરવર્તન કરી તમને જમીન આપવાના નથી તે કહી આજદિન સુધી જમીનનો કબજો નહી સોંપતાં ફુલસીંગભાઇ ભાભોરે ત્રણેય વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય વિરૂદ્ધ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધનિયમ 2020ની કલમ 3,4(3) ગુનો દાખલ કરી એ.એસ.પી. જગદીશ બાંગરવાએ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...