દીપડાનો આતંક:દાહોદના ટીંબા ગામમાં માતાના પડખામાં ઊંઘી રહેલા 3 માસના બાળકને દીપડો ઉઠાવી ગયો, ફાડી ખાતા મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકને ફાડી ખાતા જંગલમાંથી શરીરના અવશેષો મળી આવ્યા

દાહોદના લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં ઘરની અંદર ઊંઘી રહેલા એક દંપતીના 3 માસના એક બાળકને ઉઠાવી જઈ દીપડાએ ફાડી ખાતા ચકચાર મચી છે. દીપડાના આતંકના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ટીંબા ગામે ઘરમાં એક દંપતી મીઠી નિંદર માણી રહેલ હતાં અને તેમના એક ૩ માસના બાળકને રાત્રીના સમયે દિપડાએ ઉપાડી લઈ જઈ નજીકના જંગલ વિસ્તારમાં લઈ ગયાં બાદ ફાડી ખાધો હતો. માસૂમ બાળકનું મોત થતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. તો બીજી તરફ ગામમાં દીપડો ઘૂસી આવ્યાની વાત ફેલાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

લીમખેડા તાલુકાના ટીંબા ગામે રહેતાં રમેશભાઈ ધનસુખભાઈ તડવી અને તેમની પત્નિ અને તેમની સાથે તેમનો 3 માસના માસુમ બાળક જયેશકુમાર રમેશભાઈ તડવી સાથે રાત્રીના દશેક વાગ્યાના આસપાસ પોતાની ઘરની ઓસરીમાં સુતા હતાં. આ દરમિયાન રાત્રીના સમયે વન્ય પ્રાણી દિપડો તેમની ઘરની ઓસરીમાં ઘુસી ગયો હતો અને માસુમ 3 માસના જયેશભાઈને દીપડો ઉપાડી લઈ ગયો હતો. દીપડાએ જયેશને ખેંચી લઈ જઈ નજીકમાં આવેલ ચીલાકોટા રેન્જ કથોલીયા રેન્જના જંગલમાં લઈ જઈ ત્યાં 3 માસના જયેશનું મારણ કરી નાંખ્યું હતું.

ટીંબા ગામે રાત્રિના દીપડાએ મકાનમાં માતા સાથે સૂઈ રહેલા સાડા ત્રણ માસના નવજાત બાળકને ઉપાડી જઇ મારણ કર્યું હતું.
ટીંબા ગામે રાત્રિના દીપડાએ મકાનમાં માતા સાથે સૂઈ રહેલા સાડા ત્રણ માસના નવજાત બાળકને ઉપાડી જઇ મારણ કર્યું હતું.

રાત્રીના સમયે ઘટનાને પગલે વિસ્તારમાં ઉહાપોહ મચ્યો હતો અને હવેલી સવારે બાળકની શોધમાં પરિવારજનો નીકળી પડ્યાં હતાં જ્યાં બાળકના માસના ટુંકડાઓ નજરે પડતાં પરિવારજનો સ્તબ્ધ બન્યાં હતાં અને આ મામલાની જાણ સ્થાનીક ફોરેસ્ટ ખાતાના સત્તાધિશોને કરવામાં આવતાં ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ૩ માસના મૃતક જયેશના મૃતદેહને જંગલમાંથી કબજે લઈ નજીકના દવાખાના પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ સમગ્ર મામલે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની ટીમ દ્વારા દીપડાને પકડી પાડવા જંગલ વિસ્તારમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં છે. ઘટનાને પગલે 3 માસના મૃતક જયેશના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

દીપડાને જોઇને હું ગભરાઇને ખાટલાની બાજુમાં પટકાઇ હતી... સવિતાબેન તડવી
બુધવારે રાત્રે હું મારા પુત્ર જયેશ સાથે અમારા નવા બનાવેલા મકાનની ઓસરીમાં ખાટલામાં સૂતી હતી.જયારે મારા પતિ મકાનની બાજુમાં ઢોર બાંધવાના ઢાળીયામાં સુતા હતા.રાત્રે સાડા દસ વાગ્યાના સમયે જંગલ તરફથી દીપડો આવી મારી પાસે સુતેલા મારા પુત્ર જયેશને ઉપાડી જંગલ તરફ ભાગ્યો હતો.દીપડાને જોઈ હું એકદમ ગભરાઈ જઈ ખાટલાની બાજુમાં પટકાઈ હતી.મેં તરતજ મોટેથી બૂમાંબૂમ મચાવતા મારા પતિ તથા ફળિયાના માણસો દોડી આવ્યા હતા અમે લોકોએ જંગલ તરફ દીપડાનો પીછો કર્યો હતો.પરંતુ રાત્રિના અંધકારમાં દીપડો મારા પુત્રને ઉપાડી જંગલમાં નાસી ગયો હતો.

લેબની મદદ મેળવી તપાસ શરૂ કરાઇ છે
બુધવારે રાત્રીના સમયે લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં બનેલી ઘટના સંદર્ભે તપાસ દરમિયાન નવજાત બાળકના કપડાં તથા માંસનો ટુકડો મળી આવ્યો છે.દાહોદ ફોરેન્સિક વિભાગમાં માંસનો ટુકડો મોકલતા તેને સુરતની લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યો છે.દીપડો નવજાત બાળકને ઉપાડી ગયો હોવાના પુરાવા એકત્ર કરવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. >મીનલ જાની ACF, વન વિભાગ, દેવગઢ બારીયા

અન્ય સમાચારો પણ છે...