દાહોદ નગર પાલીકાના એક જ વોર્ડના ત્રણ નગર સેવકો આજે ભાજપામાં જોડાયા હતાં. ભાજપામાં હાલમાં ચુંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તારીખ 15 નવેમ્બરના રોજ ભાજપ ઉમેદવારના ફોર્મ ભરતાં પહેલા ઇન્દોર હાઇવે પર એક સભાનું આયોજન કર્યુ હતુ. જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ચુંટાયેલા નગર સેવકો કાઇદ ચુનાવાલા, ઇશ્તીયાક સૈયદ અને લક્ષ્મીબેન ભાટે જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયારના હસ્તે કેસરિયો ધારણ કરી લેતાં શહેર કોંગ્રેસમાં ભારે ભુકંપ સર્જાયો છે. બીજી તરફ ગત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપ સામે બળવો કરનારાની પણ ઘર વાપસી થઇ ગઇ છે.
જેમાં કેસરબેન યાદવ, બુરહાન ચુનાવાલા હાર્ડવેર, પૂર્વ નગર સેવિકા પુષ્પા ઠાકુર, વોર્ડ નં 9 માંથી પૂર્વ પાલિકા પ્રમુખ વિદ્યાબેન મોઢીયા ભાજપામાં પુનઃ સમાવી લેવાયા છે. ગરબાડા તાલુકામાં ઝરી બુઝર્ગ બેઠક પરથી અપક્ષ ચુંટાયેલા જિલ્લા પંચાયત સભ્ય કમલેશ માવી અને તેમની સાથે ત્રણ તાલુકા પંચાયત બેઠકોના અપક્ષ સભ્યોએ આજે ભગવો ધારણ કરી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.