દાહોદ જિલ્લામાંથી જુદી જુદી જગ્યાએ પાંચ સ્થળેથી 3,81,456 રૂપિયાના દારૂ સાથે ત્રણને પોલીસે ઝડપી પાડ્યા હતા. સોમવારના રોજ એલ.સી.બી.એ નીમનળીયાથી માતવા જતાં તુફાન ગાડીમાંથી રૂા.1,93,104 ના દારૂ સાથે ચાલક ધાનપુરના ઘોડાઝરના કમલેશ ભોદુ મીનાને ઝડપી પાડી રૂા.3,68,104 નો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પીપળીયા ગામે ડાંગી ફળિયામાં મુકેશ બાબુ નીનામાં ઘરમાં રેઇડ કરી રૂા. 37,744 ની ઇંગ્લિશ દારૂની કુલ 280 બોટલો ઝડપી ફરાર મુકેશ સામે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગરબાડા પોલીસે ગાંગરડા ગામે તોરણ ફળિયામાં રૂા.25,474 નો ઇંગ્લિશ દારૂની 242 બોટલો ઝડપી ફરાર શનુબેન શકતાભાઇ પરમાર સામે ગુનો દાખલ કર્યો હતો.
દાહોદ તાલુકા પોલીસે ખરોડ ગામેથી મોટર સાયકલ પર ખેપિયા રામકુમાર ઉર્ફે રામુભાઇ કૈલાશભાઇ સાંસી 27214 રૂપિયાની ઇંગ્લિશ દારૂની 230 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. દેવગઢ બારિયા પોલીસે વિરોલ ગામે કોતરમાં બે ઇસમ પોલીસને જોઇ નાસી ગયા હતા.
જેમાં 1 બાઇક ઉપરથી રૂા. 39,168 ની દારૂની 348 જ્યારે બીજી બાઇક પર રૂા.58,752 ની 576 બોટલો મળી રૂા. 1,77,920 નો મુદ્દામાલ જપ્ત કરી આંકલીના પ્રભાત ઉર્ફે ભુરો ચીમન બારીયા સહિત અજાણ્યા ચાલક સામે દેવગઢ બારિયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.