ક્રાઇમ:ગડોઇમાં જમીન મુદ્દે ઝઘડામાં લાકડીઓથી હુમલો કરતાં 2 મહિલાઓ સહિત 3 ઘાયલ

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘આ જમીન તમારી નથી,ગામ છોડી જતાં રહો’ કહેતાં વાત વણસી
  • ગામના જ 4 શખ્સો સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો

દાહોદ તાલુકાના ગડોઈમાં જમીન સંબંધી ઝઘડામાં મારમારી તથા લાકડીઓથી હુમલો કરતાં બે મહિલા સહિત ત્રણ ઘાયલ થયા હતા. તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી. દાહોદ તાલુકાના ગડોઈ ગામના ડુંગરા ફળિયામાં રહેતા બાબુભાઈ ભગાભાઈ હઠીલા, અરવિંદભાઈ બાબુભાઈ હઠીલા, મગનભાઈ ભગાભાઈ હઠીલા તથા પરેશભાઈ મગનભાઈ હઠીલાએ દેલસર ગામના ભઠ્ઠા ફળીયામાં રહેતા કનુભાઈ લાલુભાઈ હઠીલા તથા તેના ઘરના માણસોને ગાળો બોલી ‘આ જમીન તમારી નથી તમો અહીંથી ગામ છોડીને જતાં રહો’ તેમ કહેતા કનુભાઈએ તેઓને ગાળો બોલવાની ના પાડતાં ચારે લોકો એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડીથી હુમલો કરી લાલાભાઈ માનકાભાઈ હઠીલાને માથામાં ઇજા કરી લોહીલુહાણ કરી તથા કનુભાઈ હઠીલાને બરડામાં મારી સોળ પાડી હતા. તેમજ સુમીબેન અને દીતલીબેનને માર મારી ઈજાઓ પહોંચાડી તથા તમામને ધાકધમકી આપી હતી. આ સંબંધે ઇજાગ્રસ્ત કનુભાઈ હઠીલાએ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...