જુગાર:કારઠમાં જુગાર રમતાં 3 ખેલીઓ 22,260ના મુદ્દામાલ સાથે ઝડપાયા

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઝાલોદના કારઠમાં પ્રાથમિક શાળા પાછળ ખુલ્લા ખેતરમાં જુગાર રમતાં ત્રણ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. રોકડ તથા દાર પર લાગેલા રૂપિયા અને બે મોબાઇલ મળી કુલ 22,260નો મુદ્દામાલ જપ્ત કરી લીમડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઝાલોદ તાલુકાના કારઠની પ્રાથમિક શાળા પાછળ ઇંટોના ભઠ્ઠા નજીક ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી લીમડી પોલીસને મળી હતી. જેના આધારે લીમડી પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારતાં પાના પત્તા વડે રૂપિયાથી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતાં કારઠ ગામના ઇન્દ્રજીતભાઇ વિઠ્ઠલભાઇ મેવાતીયા, રણીયાર ગામના રોનકભાઇ ભરતભાઇ બારીયા તથા કારઠના સુરેન્દ્રભાઇ ભુરાભાઇ નૈયાને ઝડપી પાડ્યા હતા. ત્રણેયની અંગ ઝડતી લેતાં રૂા.10,760 રોકડા તથા દાવ પર લાગેલા 6,000 રૂા. તેમજ બે મોબાઇલ રૂા.5,500 મિળી કુલ 22,260નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ત્રણેય જુગારીઓ વિરૂદ્ધ લીમડી પોલીસે જુગાર ધારા મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...