કાર્યવાહી:મોટી સારસી ગામે દારૂ સાથે 3 ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટી સારસી ગામે ઈકો ગાડીમાંથી 34,272 રૂ.ના વિદેશી દારૂ સાથે  ગરબાડા તાલુકાના 3 ને દાહોદ તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. - Divya Bhaskar
મોટી સારસી ગામે ઈકો ગાડીમાંથી 34,272 રૂ.ના વિદેશી દારૂ સાથે ગરબાડા તાલુકાના 3 ને દાહોદ તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.
  • દારૂ, 3 મોબાઇલ અને ઇકો કાર મળી 2,49,272 નો મુદ્દામાલ જપ્ત

દાહોદના મોટી સારસી ગામેથી ગતરોજ કોમ્બીંગ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન ઇકો ગાડીમાંથી 34,272 રૂપિયાના દારૂ સાથે ગરબાડા તાલુકાના ત્રણ ખેપિયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જથ્થો, ત્રણ મોબાઇલ અને ઇકો મળી 2,49,272 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ તાલુકા પોલીસને ગતરોજ કોમ્બીંગ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં દરમિયાન પીએસઆઇ એન.એન.પરમારને દારૂ અંગેની બાતમી મળી હતી. જેના આધારે મોટી સારસી ગામે અમદાવાદ ઇન્દોર હાઈ-વે રોડ પીએસઆઇ તથા સ્ટાફના નિતેશભાઇ કનુભાઇ, નરપતસિંહ રતનસિહં, સુરેશભાઇ ગુલસીંગભાઇ, વિનોદભાઇ દિપસીંગભાઇ તથા અભેસિંગભાઇ વિરસીંગભાઇ વોચમાં હતા.

તે દરમિયાન બાતમીમાં દર્શાવ્યા મુજબની GJ-23-BL-1639 નંબરની ઇકો ગાડી આવતાં તેને રોકી હતી. તેમાં સવાર ગરબાડા તાલુકાના બોરીયાળી ગામનો અરવિંદ અમરસીંગ ખનોડ (ગારી), ભેગારીનો રાકેશ મોહન દેવડા (ગારી) તથા વિપુલ જંગલસીંગ ભુરીયાને નીચે ઉતારી ગાડીમાં તલાસી લેતાં 34,272 રૂપિયાની ઇંગ્લિશ દારૂની 336 બોટલો મળી આવી હતી. જથ્થો તથા ત્રણ મોબાઇલ જે રૂ.15,000ના તથા હેરાફેરીના ઉપયોગમાં લેવાયેલ રૂા. 2 લાખની ઇકો કાર મળી કુલ રૂા. 2,49,272 નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય વિરૂદ્ધ તાલુકા પોલીસે દારૂનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...