તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભથવાડાથી કારમાં દારૂ લઇને જતાં રાજસ્થાનના 3 ઝડપાયા, 35,280નો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો : 3,36,280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભથવાડા ટોલનાકા ઉપરથી કારમાં લઇ જવાતા દારૂ બિયરના જથ્થા સાથે રાજસ્થાનના 3 ઝડપાયા હતા. જથ્થો મોબાઇલ અને કાર મળી રૂ.3,36,280નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે પીપલોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.પીપલોદ પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.પટેલ તથા સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કારમાં ત્રણ વ્યક્તિઓ વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફ જવાના હોવાની બાતમી મળી હતી. સ્ટાફ ભથવાડા ટોલનાકે વોચ હતા.

ત્યારે બાતમી વાળી કાર આવતાં તેને ઉભી રખાવી હતી અને કારમાં સવાર રાજસ્થાનના બાસવાડાના આશીષ રમેચંદ્ર લબાના (દંતલા), રૂમાલ લાલજી મહીડા તથા દિનેશ સોકા ગરાસીયાને ગાડીમાંથી નીચે ઉતારી પૂછપરછ કરતાં સંતોષ કારક જવાબ નહી આપતાં ગાડીમાં તલાસી લેતાં વિદેશી દારૂની કાચની બોટલો નંગ 144 તથા પતરાના બિયર ટીન નંગ 192 મળી કુલ 236 જેની કિંમત રૂા.35,280ની મળી આવી હતી. જથ્થો તથા એક મોબાઇલ અને 3 લાખની કાર મળી 3,36,280 રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી પીપલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...