ધરપકડ:ચોરી, ધાડ અને દારૂના ગુનામાં વોન્ટેડ MPના 3 આરોપી ઝબ્બે

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એકને દાહોદથી અને 2ને મધ્યપ્રદેશથી LCBએ ઝડપ્યા

દાહોદ જિલ્લામાં ચોરી, ધાડ અને દારૂના ગુનામાં આચરી નાસતા ફરતા મધ્યપ્રદેશના 3 આરોપીઓને એલ.સી.બી.એ ઝડપી પાડ્યા હતા. જેમાં એકને દાહોદથી જ્યારે બે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા હતા. એસ.પી. બલરામ મીણાએ એલસીબીને સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંમધાને એલસીબી જિલ્લામા તેમજ મધ્યપ્રદેશ રાજયમા રહેતા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે દરમિયાન પોસઇ ડામોર તથા ઝાલા અને એલસીબી સ્ટાફ મધ્યપ્રદેશમા કાર્યરત હતી.

તે દરમિયાન ઝાલોદ પોલીસ મથકમાં દાખલ ધાડના ગુનામાં 8 વર્ષથી વોન્ટેડ આરોપી થાંદલા તાલુકાના મનુ મોહન ચારેલ તથા ગરબાડા તથા કતવારા પોલીસમાં ચોરીના બે ગુનામાં વોન્ટેડ આરોપી મેઘનગરમાં ગેરેજનો ધંધો કરતો સાહીલ સાકીક ગુલમહમદ મંસુરીને મધ્યપ્રદેશથી આયોજનબદ્ધ વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. જ્યારે દાહોદમાંથી પણ જેસાવાડા પોલીસમાં દાખલ દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના ભાભરા તાલુકાના વરઝર ગામનો ઉમેશ શકરીયા સંગાડીયાને દાહોદમાંથી વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. આરોપીઓને સંબંધીત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...