સરકાર દ્વારા આદિવાસી જિલ્લાના 287 ગામોની પાણીની સમસ્યાનું કાયમી ઉકેલ આણતી કડાણા ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાનું પાણીદાર આયોજન કરાયું છે. સરકાર દ્વારા કડાણા ડેમ આધારિત યોજના અંદાજે રૂ. 40.42 કરોડને ખર્ચે પૂર્ણ કરાશે. તેમજ પાટાડુંગરી જુથ પાણી પુરવઠા યોજના રૂ. 123.88 કરોડને ખર્ચે સાકાર કરાશે. ઝાલોદ ઉત્તર જુથ પાણી પુરવઠા યોજના રૂ. 48.70 કરોડને ખર્ચે સંપન્ન કરાશે. જયારે ઝાલોદ દક્ષીણ જુથ પાણી પુરવઠા યોજના રૂ. 94.55 કરોડને ખર્ચે પૂર્ણ કરાશે.
સરકાર દ્વારા મહીસાગર નદી પરના કડાણા જળાશય આધારિત દાહોદ અને મહીસાગરના 7 તાલુકાના 287 ગામોની કડાણા ડેમ આધારિત વિવિધ 5 બલ્કલાઇન યોજનાઓ તેમજ તે આધારીત 10 વિવિધ જુથ યોજનાના કામોનું નક્કર આયોજન કરાયું છે. 13.05 લાખ વસ્તી માટે દૈનિક 13 કરોડ લીટર શુદ્ધ પાણી વિતરણનું આયોજન કર્યું છે. કલેક્ટરે જણાવ્યું કે, ફતેપુરાના 84 ગામો, ઝાલોદના 76 ગામો, સંજેલીના 17 ગામો, લીમખેડાના 42 ગામો, સીંગવડના 19 ગામો, દાહોદ તાલુકાના 1 ગામ મળી 239 ગામની 11.32 લાખની વસ્તી માટે 11.32 કરોડ લિ. પાણી દૈનિક ધોરણે પુરૂ પડાશે.સંતરામપુરના 48 ગામોની 1.73 લાખ વસ્તી માટે દૈનિક 173 કરોડ લીટર પાણી દૈનિક ધોરણે આપી શકાશે.
આ યોજનાનું અમલીકરણ પેકેજીસથી કરશે. પ્રથમ તબક્કામાં કડાણા બલ્ક પાઇપ લાઇનના કામો હાથમાં લેવાયા છે. પ્રધાનમંત્રી દ્વારા પ્રથમ પેકેજના કામોનો પ્રારંભ કરાવશે.૩ નવીન જુથ યોજનાઓ અંતર્ગત 427 કીમી પાઇપ લાઇન, 112 ગ્રામ્ય કક્ષાના સમ્પ તેમજ 60 ઊંચી ટાંકીઓ બનાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.